Hondaની નવી બાઇક થઈ લોન્ચ, Pulsar NS 160ને આપશે ટક્કર, જાણો કિંમત અને ફીચર્સ
ડાયમંડ ટાઇપ ફ્રેમ પર આધારિત નવી Hornetના ફ્રન્ટમાં ટેલીસ્કોપિક સસ્પેન્શન અને રિયરમાં મોનોશોક આપવામાં આવ્યું છે. બ્રેકિંગ માટે આ બાઈકના ફ્રન્ટમાં 276mm ડિસ્કર બ્રેક અને રિયરમાં 220mmની ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. ઉપરાંત સિંગલ ચેનલ ABS પણ આપવામાં આવ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ બાઇકના એન્જિનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. 2018 Hornet 160R માં 162.71cc સિંગલ સિલિન્ડર હોન્ડા Eco-Tec (HET) એન્જિન આપવામાં આવ્યું છે. જે 8,500rpm પર મેક્સિમમ 15.2bhpનો પાવર અને 6,500 rpm પર 14.76 Nmનો પિક ટોર્ક જનરેટ કરે છે.
નવા બાઇકમાં ગ્રાફિક્સને અપડેટ કરવામાં આવ્યું છે. ઉપરાંત નવા ડેઝલ યલો મેટાલિક કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત પહેલાથી જ મળી રહેલા કલર ઓપ્શન્સ-સ્ટ્રાઇકિંગ ગ્રીન, માર્સ ઓરેંજ, અથલેટિક બ્લૂ મેટાલિક અને સ્પોર્ટ્સ રેડમાં પણ આ બાઇક ઉપલબ્ધ રહેશે.
નવી દિલ્હીઃ હોન્ડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડિયાએ ફેબ્રુઆરીમાં ઓટો એક્સપો 2018 દરમિયાન CB Hornet 160Rનું 2018 વર્ઝન લોન્ચ કર્યું હતું. કંપનીએ કોઈ પણ જાતના શોરબકોર વગર જ તેને લોન્ચ કરી દીધી છે. તેની પ્રારંભિક કિંમત 84,675 રૂપિયા (એક્સ શો રૂમ દિલ્હી) રાખવામાં આવી છે. હોન્ડાએ 2018 CB Hornet 160Rને ચાર વેરિયન્ટ સ્ટાન્ડર્ડ, CBS, ABS અને ABS ડીલક્સમાં ઉતાર્યું છે.
ભારતીય માર્કેટમાં CB Hornet 160Rનો મુકાબલો Bajaj Pulsar NS 160, TVS Apache RTR 160 4V અને Yamaha FZ-S સાથે થશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -