Maharashtra News: મહારાષ્ટ્રમાંથી એક સનસનીખેજ હત્યાની ઘટના સામે આવી છે. ખરેખરમાં, અહીં ખુદ પુત્રએ પોતાની માતાની હત્યા કરી અને બાદમાં ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી હતી. આ ઘટનામાં માતાની હત્યા કરનારો ઘાતકી પુત્રની ફાંસીની સજાને બૉમ્બે હાઈકોર્ટે યથાવત રાખી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં 2017માં બનેલા આ હત્યા કેસમાં આરોપી પુત્રએ દારૂના પૈસા આપવાનો ઇનકાર કરતા તેની માતાની હત્યા કરી નાંખી હતી. આ પછી તેના શરીરના ભાગોને બહાર કાઢીને મીઠું અને મરચું ભભરાવીને ખાવામાં આવ્યા હતા.
28 ઓગસ્ટ, 2017ના રોજ, કોલ્હાપુરના મકડવાલા વસાહત વિસ્તારમાં, એક પુત્ર તેની 63 વર્ષની માતા પાસેથી દારૂ પીવા માટે પૈસા માંગી રહ્યો હતો, જેના કારણે માતા તેને દારૂ પીવાની ના પાડી રહી હતી, અને તેને પૈસા આપતી ન હતી, પુત્ર ગુસ્સે થયો અને માતાની ક્રૂરતાપૂર્વક નિર્દયતાથી હત્યા કરી નાંખી. આ પછી પણ તેની ક્રૂરતા અટકી ન હતી અને તેણે તેની માતાના તીક્ષ્ણ હથિયારથી ટૂકડા કરવા માંડ્યા, તેના આંતરિક અંગો બહાર કાઢ્યા, પહેલા મગજ બહાર કાઢ્યું, પછી છરી વડે હૃદય બહાર કાઢ્યું અને પછી એક પછી એક તેના લીવર, કિડની અને આંતરડા બહાર કાઢ્યા હતા.
હાઇકોર્ટે માન્યો 'રેયરેસ્ટ ઓફ રેયર કેસ'
આરોપી પુત્રએ તેની માતાનું હૃદય, મગજ, લીવર અને કીડની એક તપેલીમાં નાખીને મીઠું અને મરચુ નાંખીને ખાવાનું શરૂ કર્યું. આ જોઈને પડોશીઓનું પણ હ્રદય હચમચી ગયું. તેણે ફોન કરીને પોલીસને બોલાવી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપીની ધરપકડ કરી હતી અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો.
એ નરાધમ પુત્રનું નામ સુનીલ કુચકોરવી છે. તેણે તેની માતા યલ્લામા રામા કુચકોરવીની નિર્દયતાથી હત્યા કરી હતી. વર્ષ 2021માં સ્થાનિક કોર્ટે તેને મોતની સજા સંભળાવી હતી. આની સામે તેણે બૉમ્બે હાઈકોર્ટમાં અરજી કરી હતી. લગભગ ત્રણ વર્ષની સુનાવણી બાદ બૉમ્બે હાઈકોર્ટે 1 ઓક્ટોબરે કોલ્હાપુર કોર્ટના નિર્ણયને યથાવત રાખ્યો હતો. હાઈકોર્ટે આને 'રેયરેસ્ટ ઓફ રેર કેસ' ગણાવ્યો છે.
‘આરોપીમાં નરભક્ષણની પ્રવૃત્તિ છે’
જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પૃથ્વીરાજ ચવ્હાણની ડિવિઝન બેંચે કહ્યું કે તે દોષિત સુનીલ કુચકોરવીની ફાંસીની સજાની પુષ્ટિ કરે છે. કોર્ટનું માનવું છે કે ગુનાહિત સુધારાની કોઈ શક્યતા નથી. આ આદમખોરનો કેસ છે. તેણે માત્ર તેની માતાની જ હત્યા કરી ન હતી પરંતુ તેના શરીરના અંગોને રાંધીને ખાવાનું પણ શરૂ કર્યું હતું. ગુનેગાર સુનીલ કુચકોરવીમાં સુધારાની કોઈ શક્યતા નથી, કારણ કે તેનામાં નરભક્ષી વર્તનની વૃત્તિ છે. જો તેને આજીવન કેદની સજા આપવામાં આવશે તો તે જેલમાં પણ આ જ વર્તન રાખશે.
આ પણ વાંચો
Gujarat: ગુજરાતમાં કાયદાનું નહી ગુંડાઓનું ‘રાજ’, અસામાજિક તત્વોને નથી રહ્યો પોલીસનો ડર