Love Jihad: મહારાષ્ટ્રમાંથી એક હાઇ પ્રૉફાઇલ 'લવ-જેહાદ'ની ઘટના સામે આવી છે. હાલમાં મહારાષ્ટ્રના મુંબઈમાં 'લવ-જેહાદ'નો એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે. મુંબઈમાં રહેતી એક મૉડલે આરોપ લગાવ્યો છે કે, તનવીર અખ્તર નામનો વ્યક્તિ તેને છેલ્લા કેટલાક સમયથી બ્લેકમેલ કરી રહ્યો છે, અને મૉડલ પર ધર્મ પરિવર્તન કરીને લગ્ન કરવા માટે પણ દબાણ કરી રહ્યો છે.


મૉડલ વર્ષ 2020માં રાંચીની એક મૉડલિંગ કંપનીના સંપર્કમાં આવી હતી. જ્યાં યશ નામના વ્યક્તિએ તેને નોકરીએ રાખી હતી, ત્યાં થોડાક મહિનાઓ બાદ તેને ખબર પડી કે તે જે વ્યક્તિને યશ માનતી હતી તેનું અસલી નામ તનવીર અખ્તર ખાન છે.


નજદીકીયાં વધારીને ખેંચી અશ્લીલ તસવીરો - 
મૉડલે આ મામલે આરોપ લગાવ્યો છે કે, તનવીર અખ્તરે ધીમે-ધીમે તેની સાથે નજદીકીયાં વધારી અને એક દિવસ તેને મારી સાથે વાંધાજનક અશ્લીલ ફોટૉગ્રાફ્સ ખેંચી લીધા. તનવીર પર આરોપ છે કે આ તસવીરોના આધારે તેને મૉડલ પર તેની સાથે લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું, એટલુ જ નહીં તેને કથિત રીતે ધર્મ પરિવર્તન કરવા પણ દબાણ કરવામાં આવ્યુ. 


પહેલા આપી પૈસાની લાલચ, પછી જીવથી મારી નાંખવાની ધમકી  - 
મૉડલે આ અંગે સ્થાનિક પોલીસમાં ફરિયાદ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ફરિયાદના ડરથી તનવીર અખ્તરે પહેલા મૉડલને પૈસાની લાલચ આપી હતી. ત્યારબાદ તેને મૉડલના આખા પરિવારને જીવથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું. મૉડલે એવો પણ આરોપ લગાવ્યો છે કે થોડા દિવસ પહેલા જ તનવીર રાંચીથી મુંબઈ પહોંચ્યો હતો અને તેનું ગળું દબાવીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.


શું 'લવ-જેહાદ'નો છે કેસ ?
મૉડલે એવો પણ દાવો કર્યો છે કે, તે પહેલી છોકરી નથી જેની સાથે તનવીર ખાને આવું કર્યું હતું. આ મામલામાં મુંબઈ પોલીસે કહ્યું કે આ મામલો ઝારખંડનો છે, તેથી ફરિયાદ મળ્યા બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે અને ઝારખંડ પોલીસને મોકલવામાં આવી છે. પોલીસે આ મામલે પ્રથમદર્શી રીતે લવ જેહાદનો કેસ પણ જોયો છે.


પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે તનવીર અખ્તર વિરુદ્ધ આઈપીસીની કલમ 376, 376 (2), 376 (એન), 328, 506, 504 અને 323 અને આઈટી એક્ટની કલમ 67 હેઠળ કેસ નોંધ્યો છે. .