12th Result:આજે ઘોરણ 12ના સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 13 ટકા ઓછું પરિણામ આવ્યું છે. આ વર્ષે કુલ 73.27 ટકા પરિણામ આવ્યું છે. સુરતની લાજોપોરનું જેલનું પરિણામ 100 ટકા આવ્યું છે.
સુરતની લાજપોર જેલનું ધોરણ 12નું સામાન્ય પ્રવાહનું પરિણામ 100 % આવ્યું છે. લાજપોર જેલમાં કુલ 14 કેદીઓને પરીક્ષા આપી હતી, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી પરીક્ષામાં તમામ કેદી ઉતિર્ણ થતાં પરિણામ 100 ટકા આવ્યું છે.
લાજપોર જેલમાંથી ધોરણ ૧૨ માં અભ્યાસ કરતા તમામ 14 બંદીવાન વિદ્યાર્થીઓ ઉતિર્ણ થયા છે.લાજપોર મધ્યસ્થ જેલનું ધોરણ 10 નું પરિણામ 93% આવ્યું હતું. ધોરણ-12માં અભ્યાસ કરતા કુલ 14 બંદીવાનોએ પરીક્ષા આપી હતી તમામ પાસ થયા છે.
HSC Result 2023: પિતા વિહોણી દીકરીનો કમાલ, સુરતમાં પ્રથમ આવી, જાણો કેટલા ટકા માર્ક્સ આવ્યા.....
GSHSEB 12th Result 2023 Out For General Stream: આજે ગુજરાતમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓનું સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઇ ગયુ છે, સમગ્ર ગુજરાતમાં આ વખતે ધોરણ 12નું પરિણામ 73.27 આવ્યુ છે. આ પરિણામ આજે સવારે 8 વાગ્યાથી રાજ્ય શિક્ષણ બૉર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવ્યું છે, વૉટ્સએપ પરથી પણ આ પરિણામ ચેક કરી શકાય છે. આ પરિણામમાં સુરતની વિદ્યાર્થીની કમાલ કર્યો છે, પિતા વિહોણી દીકરી સુરતમાં ફર્સ્ટ આવી છે.
આજે આવેલા સામાન્ય પ્રવાહના પરિણામમાં સુરતમાં પિતા વિહોણી દીકરીએ બાજી મારી છે, નીતિશા પટેલ નામાની વિદ્યાર્થી સુરતમાં પ્રથમ આવી છે, નીતિશા પટેલે ધોરણ 12માં 99.99 PR મેળવ્યા છે, અને નીતિશાએ 96.86 ટકા સાથે પ્રથમ નંબર હાંસલ કર્યો છે.
ખાસ વાત છે કે પિતા વિહોણી દીકરી નીતિશા પટેલને સુરતમાં શાળાએ ખુબ જ મદદ કરી હતી, અને શાળા હજુ પણ ભવિષ્યમાં મદદ કરવા માટે તૈયાર છે. નીતિશાને શાળામાં તમામ પુસ્તકો આપવામાં આવ્યા હતા.
ધો. 12 સામાન્ય પ્રવાહ પરિણામની મોટી વાતો
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓનું 67.03 ટકા પરિણામ
- ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થિનીઓનું 80.39 ટકા પરિણામ જાહેર થયું છે
- 311 શાળાઓનું 100 ટકા પરિણામ
- રાજ્યની 44 શાળાઓનું 10 ટકા કરતા ઓછુ પરિણામ
- 84.59 ટકા પરિણામ સાથે કચ્છ જિલ્લો નંબર વન
- 54.67 ટકા પરિણામ સાથે દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ પરિણામ
- 1875 વિદ્યાર્થીઓએ મેળવ્યો A1 ગ્રેડ
- 21,038 વિદ્યાર્થીઓએ મેળવ્યો A2 ગ્રેડ
- 52,291 વિદ્યાર્થીઓએ મેળવ્યો B1 ગ્રેડ
- 83,596 વિદ્યાર્થીઓએ મેળવ્યો B2 ગ્રેડ
- 1,01, 797 વિદ્યાર્થીઓએ મેળવ્યો C1 ગ્રેડ
- 77,043 વિદ્યાર્થીઓએ મેળવ્યો C2 ગ્રેડ
- 12,020 વિદ્યાર્થીઓએ મેળવ્યો D ગ્રેડ
- સૌથી વધુ પરિણામ 95.85 ટકા સાથે ધાગધ્રાનું છે
- ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 13 ટકા ઓછું પરિણામ આવ્યું છે.
- દાહોદ જિલ્લાનું સૌથી ઓછું પરિણામ આવ્યું છે.
- સૌથી વધુ પરિણામ 95.85 ટકા સાથે ધાગધ્રાનું છે