મુંબઈઃ યુવક બારગર્લ સાથે બાંધવા માગતો હતો સંબંધ, બારગર્લ તૈયાર ના થતાં શું કર્યું?
પોલીસના જણાવ્યા અનુસાર, મામલો મુંબઈના અંધેરી વિસ્તારનો છે. મૃતક યુવતીની ઓળખ અનાબીબી અમીર શેખ (28) તરીકે થઈ છે. અનાબીબી પરિણીત છે અને તેને બે બાળકો છે.
પોલીસ મુજબ આરોપી અને મૃતક મહિલા એકબીજાને જાણતા હતા. ઉપરાંત તેઓ એક જ ગામના છે. થોડા દિવસ પહેલા જ મહિલા ઝારખંડથી મુંબઈ આવી હતી અને એક બારમાં બાર ગર્લ તરીકે કામ કરી રહી હતી.
આરોપી કિસ્મત શેખ ત્યાંથી ફરાર થવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ ભીડે આ માથાફરેલાને પકડીને તેને પોલીસને હવાલે કરી દીધો.
પોલીસના જણાવ્યા મુજબ, બુધવાર રાત્રે 10 વાગ્યે તે અંધેરી પબ્લિક બ્રિજ પરથી ઘરે પરત જઈ રહી હતી.આરોપી કિસ્મત શેખ ત્યાં પહોંચ્યો. કોઈ કંઈ સમજે તે પહેલા કિસ્મત શેખે અનાબીબી પર ચાકૂથી હુમલો કરી લોહીલૂહાણ કરી દીધી. વધુ લોહી વહી જવાના કારણે અનાબીબીનું ઘટનાસ્થળે જ મોત થયું.
મુંબઇઃ શહેરમાં એકતરફથી પ્રેમના કરુણ અંજામની ઘટના સામે આવી છે. મુંબઇના અંધેરી વિસ્તારમાં એકતરફી પ્રેમમાં નિષ્ફળ એક તરંગીએ એક રાત્રીના સમયે યુવતીની ચાકૂથી હત્યા કરી દીધી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો. જોકે, ટોળાએ આરોપીને પકડીને જેલના હવાને કરી દીધો હતો. આ યુવતી ઝારખંડની હતી અને બારગર્લ તરીકે મુંબઇમાં કામ કરતી હતી.