ન્યૂયોર્કઃ અમેરિકામાં પોતાની પત્ની હત્યાનો પ્રયાસ કરતા સમયે ભૂલથી એક વ્યક્તિનો હાથ કપાઇ ગયો હતો. તેની ઇજાના બદલામાં કોર્ટે 17,500 પાઉન્ડનું વળતર ચૂકવવાનો કોર્ટે આદેશ આપ્યો હતો. 36 વર્ષીય Dorinel Cojanu નામના આ વ્યક્તિને પોતાની પત્નીની હત્યાના પ્રયાસના ગુનામાં ડિસેમ્બર 2015માં 11 વર્ષની સજા થઇ હતી. Dorinel Cojanuએ ચાકૂ વડે તેની 35 વર્ષીય પૂર્વ પત્ની ડેનિએલા પર દારૂના નશામાં હુમલો કર્યો હતો. આ હુમલામાં તેની પત્ની ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી કારણ કે ચાકૂ લીવર અને ફેફસામાં ઘૂસી ગયું હતું. હુમલા બાદ તેને લગભગ ચાર મહિના સુધી હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી.
તેની પત્નીની હત્યા કરવાનો પ્રયાસ કરતી વખતે Cojanuને ભૂલથી પોતાના જમણા હાથની બે આંગળીઓ પણ કાપી નાખી હતી. તેનું તાત્કાલિક ઓપરેશન કરવું પડ્યું હતું. Cojanuએ NHS સામે વળતરનો દાવો દાખલ કર્યો અને કહ્યું કે જેલમાં પહોંચતા પહેલા તેની સારવાર કરવામાં ડોકટરોની નિષ્ફળતાને કારણે તેનો જમણા હાથ કામ કરી શકતો નથી.
મે, 2021 માં નોર્વિચ કાઉન્ટી કોર્ટમાં સુનાવણી દરમિયાન judge Mr Recorder Gibbons દ્વારા તેને £8,500 આપવામાં આવ્યા હતા. ગિબન્સે ક્લિનિકલ બેદરકારી માટેના તેના મોટાભાગના દાવાઓને એ આધાર પર ફગાવી દીધા હતા કે Cojanu કેવી રીતે ઈજા થઈ તે અંગે ખોટું બોલતો હતો. બાદમાં Cojanuના વકીલોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી જ્યાં મિસ્ટર જસ્ટિસ રિચીએ ચુકાદો આપ્યો કે તેમનું વળતર વધારીને £17,500 કરવામાં આવે. ન્યાયાધીશે કહ્યું: દાવેદાર (કોજાનુ) એ સાબિત કરવાની જરૂર ન હતી કે સિવિલ એક્શન જીતવા માટે તેને કેવી રીતે કાપવામાં આવ્યો હતો. જેલમાં પ્રવેશતા પહેલા તે ઘાયલ થયો હતો. તે સમયે તેને કોઈ પણ બાબત માટે દોષિત ઠેરવવામાં આવ્યો ન હતો." મહત્વનું નથી કે તેને ટીન ખોલતી વખતે, ગેંગવોરમાં અથવા તેની પત્નીની હત્યાનો પ્રયાસ કરતી વખતે ઈજા થઇ હતી કે કેમ?. મારા ચુકાદામાં તેણે તેની આંગળી કેવી રીતે કાપી છે તેની પદ્ધતિ દાવા અથવા તેની કોલેટરલ માટે આકસ્મિક છે."
Cojanuને વળતર આપવાના હાઈકોર્ટના નિર્ણયની ડેનિએલા દ્વારા ટીકા કરવામાં આવી હતી. ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું કે 'આ અપમાનજનક અને ઘૃણાજનક છે. આ માણસ હિંસક, ઘરેલું દુર્વ્યવહાર કરનાર છે જેણે મને મારવાનો પ્રયાસ કર્યો હતો અને તેને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે, જ્યારે મને એક પણ પૈસો મળ્યો નથી. 'હું લગભગ ચાર મહિનાથી હોસ્પિટલમાં હતી. તે શરમજનક છે કે તેણે મારા પર હુમલો કર્યો ત્યારે તેને પોતાને થયેલી ઈજા માટે તેને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે.'