રામપુરઃ ઉત્તર પ્રદેશના રામપુર જિલ્લામાં એક યુવકે સાસરિયાના ત્રાસથી તંગ આવી જઈને આત્મહત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. યુવકને સાસરિયા ઘણા સમયથી હેરાન કરતા હતા. જે બાદ તેણે ઝેર ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું. આપઘાત પહેલા યુવકે વીડિયો પણ બનાવ્યો છે, જેમાં તેણે મોત માટે સાસરિયા જવાબદાર ગણાવ્યા છે.
મૃતક યુવકનું નામ રઈસ અહમદ હોવાનું જાણવા મળ્યું છે. તેણે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો છે. વીડિયોમાં તેણે પોતાના મોત માટે જવાબદાર સાળા આરિફ અને બબલુ તથા સાઢુ નાસિરને જવાબદાર ગણાવ્યા છે.
રઈસે વીડિયોમાં કહ્યું કે, આ લોકો મને મારા બાળકોને મોતને ઘાટ ઉતારવાની ધમકી આપે છે. મારી પત્નીનું આશરે સાત મહિના પહેલા અવસાન થયું હતું. જે બાદથી મને પરેશાન કરવામાં આવી રહ્યો છે. તેણે સાસુ પર પણ ગંભીર આરોપ લગાવ્યા છે.
પોલીસે કહ્યું કે, મૃતકે આત્મહત્યા પહેલા એક વીડિયો બનાવ્યો છે. જેમાં સાસરિયા પર આરોપ લગાવ્યા છે. પોલીસે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.