નવી દિલ્હીઃ સલામણ રોકાણના સાધન તરીકે વર્ષોથી સોનુ લોકોની પસંદગીનું સાધન રહ્યું છે. કોરોના વાયરસના કારણે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન સોનાનો ભાવ ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો હતો. ઘણા નિષ્ણાતોએ સોનાનો ભાવ વધુ ઊંચકાશે તેવી પણ આગાહી કરી હતી. ગુડ રિટર્ન વેબસાઈટ પ્રમાણે આજે સોનાની કિંમત 54,610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ  છે. કોરોના કાળમાં સોનું ખરીદવું કે રોકાણ કરવા માટેના શ્રેષ્ઠ વિકલ્પો જણાવી રહ્યા છીએ.

ભારત સરકારના સોવરેન ગોલ્ડ બોન્ડમાં રોકાણઃ ભારત સરકારે 2015માં ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ રજૂ કરી હતી. જેની મદદથી બેંક લોકરમાં રાખેલા સોના પર વ્યાજ કમાવવામાં મદદ મળે છે. સોનું ભારતીય અર્થતંત્રમાં રોકાણ અને વિદેશી રોકાણના આઉટફ્લોનો મોટો ભાગ છે. જે લોકો સોનામાં તેમનો પોર્ટફોલિયો વિભાજીત કરવા માંગતા હોય તેવા લોકો માટે ગોલ્ડ બોન્ડ સ્કીમ આશીર્વાદ સમાન છે.

લોકલ જ્વેલરથી ફિઝિકલ ગોલ્ડ ખરીદવું - સોનામાં રોકાણ માટે તમે નજીકમાં આવેલી જ્વેલરની દુકાન પરથી ખરીદી કરી શકો છો. રોકડમાં ચૂકવણી કરીને તમે લોકલ જ્વેલર પાસેથી જ્વેલરી ખરીદી શકો છો.

ગોલ્ડ ઈટીએફમાં રોકાણઃ ગોલ્ડ ઈટીએફમાં રોકાણ પણ સારો વિકલ્પ છે. જોકે ભારતમાં હજુ તે એટલો લોકપ્રિય નથી. પરંતુ આંતરરાષ્ટ્રીય રોકાણકારોમાં તેની લોકપ્રિયતા વધારે છે. ધીમે ધીમે ભારતમાં પણ ગોલ્ડ ઈટીએફનો વિકલ્પ લોકો પસંદ કરી રહ્યા છે. લાંબાગાળાએ આમાં સારું રોકાણ મળે છે.