બોટાદઃ બોટાદમાં બાળકી પર બળાત્કાર ગુજારનારા દોષિતને બોટાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટે 20 વર્ષની સજા ફટકારી હતી. મળતી જાણકારી અનુસાર, બોટાદ શહેરમાં ૨૦૨૧ મા પિન્ટુ ઊર્ફે મન્ગો સોલંકી નામના શખ્સે બાળકીને લલચાવી ફોસલાવીને અવાવરુ જગ્યાએ લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હતો. બોટાદ સરકારી વકીલની ધારદાર દલીલો અને રજૂઆત જજે ગ્રાહ્ય રાખી હતી અને આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની જેલની સજા ફટકારી હતી.
Surat: સુરતી ખમણ હાઉસનો માલિક દારૂની ખેપ મારતાં ઝડપાયો, મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ માથું ખંજવાળવા લાગી
Surat News: ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ દારૂ ઝડપાઈ રહ્યો છે. દારૂબંધીનો લાભ લઈ પડોશી રાજ્યમાંથી દારૂ લાવવા ખેપીયા અવનવા કિમીયા અપનાવતા હોય છે. સુરતમાં અડાજણ સુરતી ખમણ હાઉસનો માલિક હર્ષ ઠક્કર દારૂની ખેપ મારતા ઝડપાયો હતો. પોલીસની આંખમાં ધૂળ નાંખવા કેમિકલના કેન અને પાણીના ટાંકાના ચોર ખાનામાં દારૂ લવાતો હતો. PCB પોલીસએ બાતમીના આધારે હર્ષ ઠક્કર સહીત 2.23 લાખના મુદ્દામાલ સાથે ત્રણ ઈસમને ઝડપી પાડ્યા હતા.
મોડસ ઓપરેન્ડી જોઈ પોલીસ પણ ચોંકી ગઈ
પીસીબી ટીમે અડાજણ આનંદ મહેલ રોડ પર શ્રીજી આર્કેડ સામે સુરતી ખમણ નામની દુકાન સામે પાર્ક કરાયેલી પીકઅપ વાનને આંતરી હતી. પાછળ લોડિંગની બોડી છુટી કરી તેની નીચે ચોરખાનું બનાવી મોટા પાયે દારૂ સંતાડીને લાવવામાં આવ્યો હોવાની માહિતી બાદ બોડી છુટી કરવામાં આવતાં નીચેથી દારૂનો જથ્થો મળ્યો હતો. લોડિંગમાં નાના કેન જોવા મળ્યા હતા. કેમિકલ ભરવા માટે વપરાતા એર ટાઇટ કેનની એક તરફ પ્લાસ્ટિક ચોંટાડવામાં આવ્યું હતું. જે ખસેડતાં તેમાંથી દારૂની બોટલ્સ મળી આવી હતી.
ત્રણ લોકોની કરી ધરપકડ
Shraddha Case : શ્રદ્ધાના શરીર બાદ હાડકા સાથે આફતાબે કરેલી ભયંકર હરકત
Shraddha Walkar Murder : શ્રદ્ધા વોકર મર્ડરમાં સનસનીખેજ ખુલાસા જાણે હજી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યાં. દિલ્હી પોલીસે તેની ચાર્જશીટમાં જણાવ્યું છે કે, આફતાબ પૂનાવાલાએ શ્રદ્ધા વાલકરની હત્યાના ત્રણ મહિના બાદ તેનું માથું દાટી દીધું હતું. આ સાથે આરોપીઓએ શ્રધ્ધાના હાડકાને મિક્સરમાં પીસીને પાવડર બનાવી નાખ્યો હતો અને ત્યાર બાદ તેને ઠેકાણે પાડ્યો હતો. દિલ્હી પોલીસે 24 જાન્યુઆરીએ 6629 પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં હત્યા સાથે જોડાયેલા તમામ પાસાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
પોલીસની ચાર્જશીટ મુજબ, આફતાબે આરસ-કટીંગ મિક્સર ગ્રાઇન્ડર વડે શ્રદ્ધાના શરીરના અનેક હાડકાંને લોટની માફક દળી નાખ્યા હતા. પાવડર બનાવ્યા બાદ તેને રસ્તા પર જુદી જુદી જગ્યાએ ભભરાવી દીધો હતો. જ્યારે તેણે મૃત શરીરને બાળી નાખવા અને આંગળીઓને અલગ કરવા માટે સ્પાર્કસ સાથે ટોર્ચનો ઉપયોગ કર્યો. તેમજ હત્યાના 3 મહિના બાદ આફતાબે શ્રદ્ધાના માથાનો ભાગનો નિકાલ કર્યો હતો અને તેને ફેંકી દીધો હતો