ભોપાલમાં બુધવારે પોલીસે બે દિવસ પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે નોકર રઘુવીર અહિરવારની પોતાના માલિક મહેશ મેહરાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતક મહેશની તેના નોકર રઘુવીરની મંગેતર પર ખરાબ નજર હતી અને તે તેના વિશે અભદ્ર શબ્દો બોલતો હતો, જેના કારણે ગુસ્સામાં રઘુવીરે તેના ભાઈ નરેન્દ્ર સાથે મળીને આ હત્યા કરી નાખી હતી.
12 નવેમ્બરે મહેશના ગુમ થયાની ફરિયાદ તેની ભાભીએ ઇટખેડી પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેણે પોલીસને જણાવ્યું કે મહેશ છેલ્લે નોકર રઘુવીર સાથે જોવા મળ્યો હતો. પોલીસે રઘુવીરની પૂછપરછ શરૂ કરી પહેલા તો તે પોલીસને ગેરમાર્ગે દોરતો રહ્યો હતો પરંતુ બાદમાં કડક પૂછપરછ કરવામાં આવતા તેણે ગુનો સ્વીકારી લીધો હતો.
નોકરે તેના માલિકની હત્યા કરી
રઘુવીરે જણાવ્યું કે તેણે અને મહેશે દારૂ પીધો હતો અને આ દરમિયાન મહેશે તેની મંગેતર વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેણીને તેના મંગેતર સાથે સેટિંગ કરાવવાનું કહ્યું. મહેશના વર્તનથી ગુસ્સે થઈને રઘુવીરે તેના ભાઈ નરેન્દ્ર સાથે મળીને તેને પથ્થરથી કચડીને મારી નાખ્યો હતો.
પોલીસે આરોપીની ધરપકડ કરી હતી
તેમજ તેના ચહેરા અને માથા પર અનેક વાર માર માર્યો હતો જેના કારણે મહેશનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ પછી બંનેએ એરોસીટી રોડ પરની ગટરમાં લાશ સંતાડી દીધી હતી. પોલીસે આરોપીના કહેવા પર મૃતદેહ કબજે કર્યો અને રઘુવીર વિરુદ્ધ હત્યાનો કેસ નોંધ્યો હતો.
અમદાવાદમાં ફરી કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરા
અમદાવાદમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદના ચાંદખેડામાં જાહેર રોડ પર ખુની ખેલ ખેલાયો હતો. બોપલમાં એક વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા બાદ ચાંદખેડામાં ગેન્ગવોરમાં એક યુવકનું મોત થયું છે. મોટેરા સ્ટેડિયમ પાસે વહેલી સવારે ગેન્ગવોરમાં એક યુવકનું મોત થયું છે. એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણમાં સરદારજી ગોપાલ વણઝારા નામના યુવકનું મોત થયું હતું. આ ઘટનામાં ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ જાણવા મળ્યું છે.