દાહોદઃ જિલ્લાના દેવગઢ બારીયામાં યુવતી સાથે બળાત્કારની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. યુવતીનું કારમાં અપહરણ કરીને તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. આ અંગે યુવતીએ દેવગઢ બારિયા પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે.

આ અંગેની વિગતો એવી છે કે, દેવગઢ બારિયાની સાલીયા ખાતે યુવતી પર બળાત્કારની ઘટના સામે આવી છે. 30 વર્ષીય યુવતી સાથે ગામના જ યુવકે બળાત્કાર ગુજાર્યો હતો. આ શખ્સે યુવતીને પત્ની તરીકે રાખવા માટે બોલેરોમાં અપહરણ કરાયું હતું. આ પછી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. 30 વર્ષની યુવતીને અલગ-અલગ જગ્યાએ લઇ જઇને બળાત્કાર ગુજાર્યો હતો. દેવગઢ બારિયાની આ યુવતીને સુરત સહિતના અલગ-અલગ વિસ્તારોમાં લઇ જઇ બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે યુવતીએ દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.