આગરાઃ મલીપુરાના રહેવાસી હરપાલ ઉર્ફે છોટે (ઉં.વ.40)ને શોભાનગરની યુવતી સાથે છેલ્લા 10 વર્ષથી પ્રેમસંબંધ હતા. હરપાલની પત્નીનું પાંચ વર્ષ પહેલા નિધન થઈ ચૂક્યુ છે. યુવતીએ પણ પોતાના પતિને છોડી દીધો હતો. હરપાલ પોતાના મકાનમાં એકલો રહેતો હતો. જ્યાં યુવતી ઘણાવીર આવતી હતી.

રવિવારે પણ યુવતી હરપાલને મળવા માટે આવી હતી. હરપાલ તેને ઉપનાર માળે આવેલા રૂમમાં ળઈ ગયો હતો અને કોઈ વાતે તકરાર થતાં તેને માથામાં બોથડ પદાર્થના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ પછી તે ઘરેથી ફરાર થઈ ગયો હતો. પોલીસને આ અંગે ખબર પડતાં તેઓ પોલીસને રૂમમાંથી લોહીવાળું બેટ મળી આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે, યુવતીની લાશ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી છે. જ્યારે આરોપી હરપાલની ધરપકડ કરી લેવામાં આવી છે.

હરપાલે પોલીસને જણાવ્યું હતું કે, રિતુ પોતાની માતા સુધાનું ઓપરેશન કરાવવા માટે જયપુર આવી હતી. અહીં તેને એક યુવક સાથે મિત્રતા થઈ ગઈ હતી. આ અંગે તેને ખબર પડી ગઈ હતી. બીજી તરફ રિતુ ખર્ચા માટે એક લાખ રૂપિયા માંગી રહી હતી. હરપાલ તેને 20 હજાર રૂપિયા આપી રહ્યો હતો. જોકે, રિતુ એક લાખથી ઓછા લેવા તૈયાર નહોતી અને રૂપિયા ન આપે તો તેણે પ્રેમસંબંધ તોડી નાંખવાની ધમકી આપતી હતી. આથી ઉશ્કેરાયેલા હરપાલે તેની હત્યા કરી નાંખી હતી.

હરપાલે પોલીસને જણાવ્યું હતું કે, રિતે તેને મળવા માટે વારંવાર ફોન કરતી હતી. આથી રિતુને તેણે મુડી ચૌરાહા આવવાનું કહ્યું હતું. અહીં રિતુ આવતાં રીક્ષામાં બેસાડી તેને મલીપુરા સ્થિત તેના ઘરે લઈ ગયો હતો. હરપાલ રિતુને ખર્ચાના રૂપિયા આપતો હતો. આ જ વર્ષે 3 જાન્યુઆરીએ રિતુએ હરપાલ પાસે મોબાઇલ લેવા માટે 20 હજાર રૂપિયા માંગ્યા હતા.

આ રૂપિયા આપવા માટે હરપાલ તેના વતનમાં જ કોઈની ભેંસની ચોરી કરી હતી. જોકે, ભેંસ વેચે તે પહેલા જ પોલીસે તેને પકડી લીધો હતો. પોલીસે જણાવ્યું હતું કે, હજુ 10 દિવસ પહેલા જ હરપાલ જામીન પર બહાર આવ્યો હતો.