વાવઃ બનાસકાંઠામાં નર્મદા કેનાલમાં વધુ એક આત્મહત્યાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. વાવના દેવપુરાની મુખ્ય કેનાલમાં પિતા-પુત્રે આત્મહત્યા કરી લીધી છે. થરાદના તરવૈયાની મદદથી મૃતદેહોને કેનાલમાંથી બહાર કઢાયા છે. ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા.

બંનેની લાશ પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી છે. કોઈ અગમ્ય કારણોસર કેનાલ પડયા હોવાનું સામે આવ્યું છે. ગઇ કાલે સાંજે કેનાલમાં પડયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.