Mumbai: એક યુવકે રેલ્વે પ્લેટફોર્મ પર સૂતેલી તેની પત્નીને જગાડીને ટ્રેક પર આવી રહેલી ટ્રેનની સામે ફેંકી દીધી હતી. આ ઘટનામાં 30 વર્ષીય મહિલાનું મોત થયું છે. આરોપી યુવક તેના બે બાળકો સાથે ફરાર થઈ ગયો છે. પ્લેટફોર્મ પર લાગેલા સીસીટીવીમાં આ ભયાનક ઘટના કેદ થઈ ગઈ હતી. ટ્રેનની અડફેટે આવી જતાં મહિલાના મોતના સમાચાર પોલીસને મળતાં સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં આરોપી તેની પત્નીને ટ્રેનની સામે ફેંકતો જોવા મળે છે. પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.


આ ચોંકાવનારી ઘટના મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વસઈ રોડ રેલવે સ્ટેશનની છે. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 5 પર એક યુવક તેની પત્ની અને બે બાળકો સાથે હાજર હતો. આ ઘટના સોમવારે સવારે લગભગ ચાર વાગ્યે બની હતી. સીસીટીવીમાં યુવક પ્લેટફોર્મ પર ચક્કર લગાવતો જોવા મળે છે. તે પ્લેટફોર્મ પર આવતી ટ્રેન પર નજર રાખે છે. ટ્રેનને નજીક આવતી જોઈને તે બાળકો સાથે સૂતી પત્નીને જગાડે છે. ટ્રેન નજીક આવતા જ યુવકે તેની પત્નીને પાટા પર ફેંકી દીધી હતી. ટ્રેન નીચે આવી જવાથી મહિલાનું મોત થયું છે. બાદમાં આરોપી યુવક તેના બે બાળકો અને સામાન સાથે પ્લેટફોર્મ પરથી ભાગી જાય છે.


રેલ્વેના સહાયક પોલીસ કમિશનર ભજીરાવ મહાજને જણાવ્યું હતું કે અવધ એક્સપ્રેસની ટક્કરથી એક મહિલાનું મોત થયું છે. મહિલાને તેના પતિએ ટ્રેનની આગળ ફેંકી દીધી હતી. પત્નીની હત્યા કર્યા બાદ યુવક બાળકો સાથે ફરાર થઈ ગયો છે. તે દાદર અને ત્યાંથી કલ્યાણ જતી ટ્રેનમાં ચડતો જોવા મળ્યો હતો. પોલીસ આરોપીને શોધી રહી છે. આ કેસમાં વસઈ રેલવે પોલીસે આરોપી પતિ વિરુદ્ધ આઈપીસીની કલમ 302 હેઠળ કેસ નોંધ્યો છે.


 


Aadhaar Card: આધાર કાર્ડને લગતી તમામ સમસ્યાઓ હવે થશે દૂર, UIDAIએ લીધો મોટો નિર્ણય


LIC Housing Home Loan: LIC હાઉસિંગ ફાઇનાન્સે પ્રાઇમ લેન્ડિંગ રેટમાં કર્યો વધારો, જાણો હોમ લોન કેટલી થશે મોંઘી


Team India: આ 3 દિગ્ગજ ભારતીય ક્રિકેટરોના પુત્ર ટૂંક સમયમાં જ ટીમ ઈન્ડિયામાં કરી શકે છે ડેબ્યૂ


AAP vs BJP : આમ આદમી પાર્ટીનો દાવો, મનીષ સીસોદીયા પાસે ભાજપની ઓફરનું કોલ રેકોર્ડિંગ