AAP vs BJP : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ભાજપની ઓફરના દાવા બાદ કહ્યું છે કે દિલ્હીમાં ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે. દરમિયાન, આમ આદમી પાર્ટીના સૂત્રોએ કહ્યું છે કે મનીષ સિસોદિયા પાસે ભાજપના કોલનું રેકોર્ડિંગ છે. મનીષ સિસોદિયાએ કોલ દરમિયાન ભાજપના નેતાનું રેકોર્ડિંગ કર્યું હતું. જો જરૂર પડશે તો આ કોલ રેકોર્ડિંગ રિલીઝ પણ કરી શકાય છે.
દિલ્હીમાં ઓપરેશન લોટસ નિષ્ફળ : કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાના ટ્વીટનો જવાબ આપતા લખ્યું કે આનો મતલબ સીબીઆઈ ઈડીની રેડને દારૂની નીતિ અને ભ્રષ્ટાચાર સાથે કોઈ લેવાદેવા નથી? આ દરોડા માત્ર દિલ્હીમાં ‘આપ’ સરકારને તોડવા માટે જ પાડવામાં આવ્યા હતા? જેમ કે તેઓએ અન્ય રાજ્યોમાં કર્યું છે. આ પછી કેજરીવાલે લખ્યું કે દિલ્હીમાં ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું છે.
AAP તોડો અને ભાજપમાં જોડાઓ - મનીષ સિસોદિયાને ઓફર મળ્યાંનો દાવો
દિલ્હીમાં એક્સાઈઝ પોલિસી પર સીબીઆઈના ચક્રવ્યૂહમાં ઘેરાયેલા દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ મોટું નિવેદન આપીને રાજકીય વર્તુળોમાં હલચલ મચાવી દીધી છે.
મનીષ સિસોદિયાએ ટ્વિટ દ્વારા કહ્યું છે કે મને ભાજપ તરફથી સંદેશ મળ્યો છે - AAP તોડો અને ભાજપમાં જોડાઓ, CBI EDના તમામ કેસ બંધ થઈ જશે. મનીષ સિસોદિયાએ કહ્યું કે ભાજપને મારો જવાબ છે કે હું મહારાણા પ્રતાપનો વંશજ છું, હું રાજપૂત છું. હું મારું માથું કાપી નાખીશ પણ ભ્રષ્ટાચારીઓ સામે ઝૂકીશ નહીં. મારી સામેના તમામ કેસ ખોટા છે. તમારે જે કરવું હોય તે કરો.
આ પણ વાંચો :
મારું સપનું- દેશના દરેક બાળકને સારું શિક્ષણ આપવું : મનીષ સિસોદિયા
મનીષ સિસોદિયાએ વધુમાં કહ્યું કે મને સીએમ ઉમેદવાર બનાવવાની ઓફર પર ભાજપને મારો સંદેશ - એ છે કે અરવિંદ કેજરીવાલ જી મારા રાજકીય ગુરુ છે, હું ક્યારેય તેમની સાથે દગો નહીં કરું. હું સીએમ બનવા નથી આવ્યો. મારું સપનું- દેશના દરેક બાળકને સારું શિક્ષણ મળવું જોઈએ, તો જ ભારત નંબર 1 દેશ બનશે. કેજરીવાલ આ કામ આખા દેશમાં કરી શકે છે.