Banaskantha News: બનાસકાંઠાના ડિસાના માલગઢમાં એક જ પરિવારના સાત સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો. તમામ સભ્યોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.


બનાસકાંઠાના ડિસાના માલગઢમાં એક જ પરિવારના સાત સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો. તમામ સભ્યોએ ઝેરી દવા પી લઇને જીવનને ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો.  તમામ  સ્થિતિ લથડતાં સારવાર માટે તાબડતોબ  હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. પરિવારમાં માતા-પિતા સંતાન સહિત સાત લોકોનો સમાવેશ થાય છે. પરિવારે સામુહિક આપઘાતનો પ્રયાસ કેમ કર્યો. જીવન ટૂંકાવી નાખવા તરફ  આવું ઘાતક પગલું કેમ ભર્યું તે મામલે હજું કોઇ કારણ સ્પષ્ટ થયું નથી. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  


Rajkot: જેતપુરમાં બાંગ્લાદેશી યુવતીના પ્રેમમાં હિન્દુ યુવકે કર્યું ધર્મ પરિવર્તન,હોસ્પિટલે સુન્નત કરાવવા પહોંચતા ફૂટ્યો ભાંડો


રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ચોકવનારો કીસ્સો બહાર આવ્યો હતો.જેમાં આજે  સવારે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે હિન્દુ ધર્મનો યુવક મુસ્લિમ પહેરવેશ પહેરીને સુન્નત કરવા પહોંચ્યો હતો પરતું હાજર પરના ડોક્ટરે એક મહિના બાદ યુવકને આવવા માટે જણાવતા હોસ્પિટલ ખાતે તેમના પિતા પહોંચતા સમગ્ર ઘટનાની જાણ થઈ હતી. જોકે યુવકના ઘરેથી કોઈ પણ પ્રકારની સંમતિના હોવાથી આ મામલો પ્રકાશમાં આવ્યો છે.જેથી જેતપુર શહેરમાં દેકારો મચ્યો હતો.


જેતપુર શહેરનાં પાંચપીપળા વિસ્તારમાં આવેલ જનતાનગરમાં રહેતા હરેશભાઈ ગૌસ્વામી જેમનો પુત્ર આશિષ ગૌસ્વામી છેલ્લા 6 થી 8 મહિના પહેલા વિધર્મ (મુસ્લિમ ધર્મ) અંગીકાર કર્યો હોવાની વિગતો સામે આવી હતી. જોકે આ યુવક કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ પૂરો કરી ચૂક્યો છે. આજે જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે યુવક મુસ્લિમ સ્ખશો સાથે સુન્નત કરાવવા આવી પહોંચ્યો હતો. પરંતુ પરિવારની અરજીના અનુસંધાને ડોક્ટરે એક મહિના પછી તેમજ કલેકટરનું રીલીજન સર્ટિફિકેટ સાથે આવવા જણાવ્યું હતું. જ્યારે યુવકના પિતા તેમજ હિન્દુ સંગઠનોના હોદ્દેદારો સરકારી હોસ્પિટલ ખાતે આવી પહોંચતા સમગ્ર મામલો ઉજાગર થયો હતો. 


યુવક છેલ્લા છ મહિનાથી મુસ્લિમ ધર્મ અંગીકાર કર્યો હોવાની વિગતો બહાર આવી હતી.આ યુવકને બાંગ્લાદેશની યુવતી સાથે સોશિયલ મીડિયા પર ઇસાનસ્લીમ સિમી નામના યુવતીના આઇડીનાં સંપર્કમાં આવતા જેમના માધ્યમથી પ્રેરાઈ બેઇનવોશનાં કારણે ધર્મ પરિવર્તન કર્યું હોવાનો જાણવા મળેલ છે.આ ઉપરાંત યુવકે તેમનું નામ પણ બદલી નાખ્યું છે જે નામ શેખ મોહમ્મદ અલ સમી રાખ્યું છે તેમજ યુવકે યુ ટ્યુબ,ઇન્સ્ટાગ્રામ, તેમજ વેબસાઈટનાં માધ્યમથી બ્રેઇનવોશ થયું હોવાનું જાણવા મળ્યું છે. યુવક જેતપુર,રાજકોટની મસ્જિદોમા પાંચ ટાઇમ નમાજ પણ અદા કરવા પહોંચે છે. જોકે યુવકને પિતા તેમજ પરિવારજનોની આવગણના  હોવા છતાં યુવકે ધર્મ પરિવર્તન કર્યું છે. હોસ્પિટલે યુવકના પિતા તેમજ હિન્દુ સમાજનાં આગેવાનોનાં સમજાવવા છતાં ટચનો મચ થયો નહોતો. આખરે સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.


યુવકના પિતાનાં જણાવ્યા અનુસાર તેમનો પુત્ર પહેલાં વર્ષમાં કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરેલ હોઈ જેથી યુવકને મોબાઈલ લાવી આપેલ ત્યારબાદ છેલ્લા છ મહિનાથી બાંગ્લાદેશી યુવતી સાથે સંપર્કમાં હોય તેમની સાથે વાત કરતો હોય તેનામાં પરિવર્તન આવતા ઘરે કોઈને કીધા વગર મુસ્લિમધર્મ અંગીકાર પણ કરી ચૂક્યો હોય. જેથી માતા પિતા સ્તબ્ધ બની ચૂક્યા હતા. યુવક છેલ્લા છ મહિનાથી પોતાના માતા પિતાને મરી જવાની ધમકી આપી હતી તેમના પિતાએ આક્ષેપ કરતા હોય એવું પણ જણાવ્યું કે જે બાંગ્લાદેશે યુવતી સાથે સંપર્કમાં છે તે યુવતીના તલાક થઈ ચૂક્યા છે તેમજ મારો પુત્ર આશિષ તેમની સાથે લગ્ન કરવા ઈચ્છતો હોય જેથી ત્યાં જવા માટે 60,000 રૂપિયા પણ ભેગા કરી રહ્યો છે. જે બાંગ્લાદેશ જઈ નિકાહ પઢવાની પણ વાત કરી રહ્યો છે. આજે સુન્નત કરવા હોસ્પિટલે પહોંચેલા પણ હોસ્પિટલના સત્તાધીશોને જાણ કરેલ હોય જેથી યુવકને ના પાડી દીધી હતી. સમગ્ર મામલે પિતાના આક્ષેપો પ્રમાણે પોતાના દીકરાનું બ્રેઇનવોશ કરવામાં આવ્યું હોય તેમ જ મુસ્લિમ ધર્મ અંગીકાર કરવામાં અનેક લોકો સહયોગ આપતા હોય તેવું પણ જણાવ્યું હતુ.