મેરઠમાં એક પ્રેમીએ માત્ર પાંચ જ મિનિટમાં પ્રેમિક  અને તેના પતિને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ પહેલા તેણે કોલ્ડ ડ્રિંકમાં નશીલો પદાર્થ ભેળવ્યો હતો અને બાદમાં તીક્ષ્ણ હથિયારથી મોતને ઘાટ ઉતાર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું કે, હત્યારા સમીરે પ્રેમિકા જાવેદાના ઘરમાં ધરમનો ભાઈ  બનીને પ્રવેશ કર્યો હતો. જેને લઈ ઘણી વખત દંપત્તિ વચ્ચે ખટરાગ પણ થયો હતો.


પ્રેમિકાના ઘરે અન્ય યુવકોની આવ-જા પ્રેમીને નહોતી પસંદ


જાવેદાના બાળકો સમીરને મામા કહેતા હતા, સમીર અવારનવાર જાવેદા તથા તેના બાળકો માટે ખાવા-પીવાનું લાવતો હતો. લગભગ છેલ્લા છ મહિનાથી પરિવારનો ખર્ચ પ્રેમી સમીર જ ઉઠાવતો હતો. સ્થાનિક લોકોએ પોલીસને જણાવ્યું કે જાવેદા અને સમીર વચ્ચે આડા સંબંધ હતા. જાવેદા સાથે શરીર સંબંધ હોવા છતાં તેને મોતને ઘાટ કેમ ઉતારી  તે અંગે પોલીસે તપાસ કરી ત્યારે ખબર પડી કે, જાવેદાના ઘરે અન્ય યુવકો પણ આવતા જતા હતા. જેને લઈ સમીરને વાંધો હતો. પ્રેમી સમીરના સમજાવવા છતાં તે માની નહોતી.


માત્ર પાંચ જ મિનિટમાં પ્રેમિકા અને તેના પતિને ઉતાર્યા મોતને ઘાટ


જે બાદ સમીરે યોજના બાનાવી પ્રેમિકા જાવેદા અને તેના પતિ આબાદને મોતને ઘાટ ઉતારી દીધા. આબાદ અને જાવેદાને મારવામાં તેને માત્ર પાંચ જ મિનિટ લાગી હતી. પહેલા આબાદને માર્યો અને બાદમાં બીજા રૂમમાં બાળકો સાથે ઉંઘી રહેલી જાવેદીની ગરદન પકડી પશુ કાપવાના છરાથી તેની પણ હત્યા કરી દીધી. આ દરમિયાન જાગી ગયેલી જાવેદાની પુત્રીનો તેણે જોરથી ઘા કર્યો હતો.
પુત્રીએ કહ્યું, મામાએ જ મમ્મીની હત્યા કરી


દંપત્તિની હત્યાની જાણકારી મળતાં જ એસએસપી, એસપી સહિતનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને ફોરેન્સિક ટીમને બોલાવી હતી. જે બાદ બંનેના શબ પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘટનાને નજરોનજર નીહળનારી જાવેદાની પુત્રાએ કહ્યું, સમીર મામાએ જ મમ્મી-પપ્પાને માર્યા હતા. પોલીસ આરોપીને શોધી રહી છે.


કેવી રીતે થઈ હતી બંનેની મુલાકાત


જાવેદાની એક વર્ષ પહેલા સમીર સાથે મુલાકાત થઈ હતી. જાવેદા એક ફેક્ટરીમાં બોટલ સફાઈનું કામ કરતી હતી. એક દિવસ સમીર જાવેદાને મળવા તેના ઘરે પહોંચ્યો હતો. જે બાદ જ્યારે પણ મોકો મળતો ત્યારે પહોંચી જતો અને શરીર સુખ માણતા. એક વખતે જાવેદાના પતિએ બંનને રંગેહાથ ઝડપી લીધા હતા અને પત્નીને મારી હતી. જે બાદ સમીરે પ્રેમિકા અને તેના પતિ બંનેનું કાસળ કાઢવાનું નક્કી કર્યુ હતું.