Mehsana Child Molestation Case: મહેસાણા (Mehsana) શહેરમાં માનવતાને લજવતો અને વાલીઓની ચિંતામાં વધારો કરતો એક અત્યંત શરમજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના ધમધમતા વિસ્તાર ગણાતા વિસનગર રોડ (Visnagar Road) પર આવેલા અનુપ માર્કેટમાં એક ટ્યુશન ક્લાસીસના કોમ્પ્લેક્સમાં 10 વર્ષની માસૂમ બાળકી સાથે શારીરિક છેડતી (Molestation) થવાની ઘટનાએ સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાવી દીધી છે. દીકરીઓ ઘરની બહાર અને શિક્ષણના ધામમાં પણ કેટલી સુરક્ષિત છે તેવો ગંભીર સવાલ ફરી એકવાર ઉભો થયો છે. ઘટના 17 January ની સાંજે આશરે 6:30 વાગ્યાની છે. અનુપ માર્કેટમાં આવેલા રેમ્બો ક્લાસીસની નીચેના ભાગે આવેલા લેડીઝ વોશરૂમમાં (Ladies Washroom) એક સગીર બાળકી લઘુશંકા માટે ગઈ હતી. આ દરમિયાન ત્યાં પહેલેથી જ નજર બગાડીને બેઠેલો એક હવસખોર શખ્સ બાળકીનો પીછો કરતા તેની પાછળ વોશરૂમમાં ઘૂસી ગયો હતો.

Continues below advertisement

આરોપી ભાવેશ રમેશભાઈ મોદી (રહે. મહાશક્તિ સોસાયટી, મહેસાણા) એ માસૂમિયતનો લાભ ઉઠાવીને વોશરૂમની અંદર બાળકી સાથે અત્યંત ધૃણાસ્પદ વર્તન કર્યું હતું. પોલીસ ફરિયાદ (Police Complaint) માં જણાવ્યા મુજબ, આ નરાધમે બાળકીનું પેન્ટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો અને તેના ખભા પર હાથ ફેરવીને અડપલાં કર્યા હતા. આરોપીની વિકૃતિ અહીં જ ન અટકી, તેણે પોતાના પેન્ટની ચેઈન ખોલીને બાળકી સામે બિભત્સ ચેનચાળા કર્યા હતા, જેના કારણે બાળકી ગભરાઈ ગઈ હતી. સદનસીબે આ સમગ્ર ઘટના અને આરોપીની શંકાસ્પદ હિલચાલ નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરા (CCTV Camera) માં કેદ થઈ ગઈ હતી, જે તપાસમાં મહત્વનો પુરાવો સાબિત થયો છે.

આઘાતજનક ઘટનાની જાણ થતાં જ ભોગ બનનાર બાળકીના પિતાએ તાત્કાલિક મહેસાણા શહેર એ-ડિવિઝન પોલીસ મથકે (Mehsana A-Division Police Station) પહોંચીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે (Mehsana Police) મામલાની ગંભીરતા સમજીને આરોપી ભાવેશ મોદી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2) તથા પોક્સો એક્ટ (POCSO Act) ની કલમ 8 અને 12 હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. કાયદાના રક્ષકોએ આરોપી સામે કડક કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ ધોળા દિવસે અને તે પણ ટ્યુશન ક્લાસીસ જેવી જગ્યાએ બનેલી આ ઘટનાએ શહેરીજનો અને વાલીઓમાં ભારે રોષ અને ડરનો માહોલ ઉભો કર્યો છે. આરોપી સામે લોકો ફિટકાર વરસાવી રહ્યા છે.

Continues below advertisement