મહેસાણાઃ પરપ્રાંતિય મૂકબધિર મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે.  ઉંઝા નજીક આવેલી ઝુંપડીમાં ફુગ્ગા વેચતા શ્રમિકની પત્ની સાથે ચાર શખ્સોએ સામૂહિક દુષ્કર્મ ગુજાર્યો હતો. માતા સાથે હેવાનિયત થતી જોઈ જતાં ફુગ્ગા વેચતા પિતાને 5 વર્ષના બાળકે જાણ કરી હતી. માતા સાથે કેટલાક શખ્સ મારપીટ કરતા હોવાની જાણ કરી હતી.


ઝુંપડીમાં પતિએ રૂબરૂ પહોંચતા 4 શખ્સ મૂકબધિર પત્નીને મારપીટ કરી સામૂહિક દુષ્કર્મ ગુજારતા હતા. 4 શખ્સોએ પતિ જોઈ જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકીથી ડરેલો પરિવાર રાજસ્થાન વતનમાં જતો રહ્યો હતો. રાજસ્થાન પહોંચી મહિલા પોલીસ મથકે ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવી હતી. ઝીરો નંબરે નોંધાવેલ ફરિયાદ મહેસાણા એસપી કચેરીએ આવી. ત્યાર બાદ ઉંઝા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદના આધારે ઉંઝા પોલીસે 4 શખ્સ ની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


આરોપી 
(૧) જગન્નાથ બાગરીયા
(૨) દેવનારાયણ બાગરીયા
(૩) ધારાસિંહ બાગરીયા
(૪) માંગીલાલ બાગરીયા તમામ રહે - રિકો, કાનોતા, કનોતા પો.સ્ટે., જયપુર (રાજસ્થાન)


Surat : પ્રેમીએ પરાણે શારીરિક સંબંધો બાંધીને સગીરાને બનાવી દીધી ગર્ભવતી ને પછી તો.....
સુરતઃ સુરતમાં ઈન્સ્ટાગ્રામ પર મિત્ર બનેલા યુવકે દુષ્કર્મ આચરતાં 16 વર્ષની સગીરા ગર્ભવતી બની હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઈ છે. સોસાયટીમાં જ રહેતા યુવકે સોશિયલ મીડિયામાં મિત્રતા કેળવી શિયળ લૂંટ્યું હતું. પ્રેમી સામે પોલીસ ફરિયાદ નોધાતા પોલીસે દુષ્કર્મનો ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગેની વિગતો એવી છે કે, તેના જ વિસ્તારમાં રહેતા યુવક અને 16 વર્ષીય સગીરા ઇન્સ્ટાગ્રામ પર ફ્રન્ડ બન્યા હતા. તેમજ આ પછી યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી તેમજ પ્રેમજાળમાં ફસાવી તેની સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સગીરાને લલચાવીને પ્રેમીએ ચારેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સંબંધોને કારણે સગીરાને ત્રણ મહિનાનો ગર્ભ રહી ગયો હતો. 


ગર્ભ રહી જતાં સગીરા ડરી ગઈ હતી અને પરિવારને જાણ કરી હતી. પરિવારને જાણ થતાં યુવક સામે  પોલીસમાં ફરિયાદ નોધાતા પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.