ચોકલેટ આપવાના બહાને 7 વર્ષની બાળકી સાથે રેપ, લોકોએ પથ્થર મારી-મારીને આરોપીને મોતને ઘાટ ઉતાર્યો, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજોકે, બાળકીના રડવાનો અવાજ સાંભળીને ગામવાળાએ એક ખેતરમાં કામ કરતાં તેના મા-બાપને જાણ કરી. તે બાળકીને નજીકના ગામની હૉસ્પીટલ લઇ ગયા. આ ઘટનાથી ગુસ્સે ભરાયેલા ટોળાએ સાયન્નાને પકડીને ઝાડ સાથે બાંધી દીધો અને પછી તેને સખત માર માર્યો હતો.
માહિતી પ્રમાણે આરોપી એક મજૂર હતો, દારુના નશામાં તેને પાડોશીની નાની છોકરીને ચૉકલેટની લાલચ આપીને તેને ઘરે બોલાવી અને તેની સાથે બળાત્કાર ગુજાર્યા હતો.
પોલીસ અનુસાર, ગામના એક ટોળાએ 45 વર્ષીય આરોપી સાયન્નાને એક ઝાડ સાથે બાંધી દીધો અને તેના પર પથ્થર વરસાવવામાં આવ્યા અને સાથે સાથે ડંડા પણ ફટકારવામાં આવ્યા હતા. આરોપીને જ્યારે હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો ત્યાર તેને રસ્તામાં જ દમ તોડી દીધો હતો.
હૈદરાબાદઃ તેલંગાણામાં એક અત્યંત ધૃણાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. તેલંગાણામાં સાત વર્ષની બાળકીના રેપના આરોપીને ટોળાએ પથ્થર મારી-મારીને મોતને ઘાટ ઉતારી દીધો. આ ઘટના નિઝામાબાદ જિલ્લાના દોન્કેશ્વર ગામમાં શનિવાર રાત્રે ઘટી હતી.
પોલીસ અધિકારીએ કેટલાક પ્રત્યક્ષદર્શીઓના હવાલાથી કહ્યું કે, જ્યારે તે બેભાન થઇ ગયો તો કેટલાક લોકો તેને હૉસ્પીટલ લઇ જવા લાગ્યા પણ રસ્તામાં જ તેનુ મૃત્યુ થઇ ગયું. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે, જેમને આરોપીને માર માર્યો છે તે સંતાઇ ગયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -