ટૂંકમાં ભારતમાં લોન્ચ થશે વેસ્પા જીટીએસ સુપર 125 સ્કૂટર, એક્ટિવાને આપશે ટક્કર
ભારતમાં આ સ્કૂટરની ટક્કર હોન્ડા એક્ટિવા 125 અને સુઝુકી એક્સેસ, જ્યુપિટર વગેરે સાથે થઈ શકે છે. માએસ્ટ્રો એજ 125 પણ તેની સામે ટક્કર લેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appટ્યુબલેસ ટાયર્સ, એલોય વ્હીલ્સવાળા આ સ્કૂટરમાં એબીએસ એટલે કે એન્ટી લોક બ્રેકિંગ પણ આપવામાં આવશે. સ્ટાઈલ, અન્ય ફીચર્સ અને કલર્સ ડીટેલ તેના અનવીલિંગ સમયે સામે આવશે.
આ સ્કૂટરમાં 125cc એન્જિન હશે જે 12.5ps નો પાવર અને 11.5 ન્યૂટર મીટર ટાર્ક જનરેટ કરશે. એટલું જ નહીં, આ સ્કૂટરને FI (ફ્યુઅલ ઈન્જેક્શન) ટેક્નોલીજીવાળું બનાવવામાં આવ્યું છે. સીવીટી ટ્રાન્સમિશનવાળા આ સ્કૂટરના બન્ને વ્હીલમાં ડિસ્ક બ્રેક હશે. આ સ્કૂટરની કિંમત 90,000ની આસપાસ હોઈ શકે છે.
નવી દિલ્હીઃ ઇટાલિયન વાહન નિર્માતા કંપની પિયાજિયો ભારતમાં પોતાનું એક નવું સ્કૂટર રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ નવા સ્કૂટરનું નામ વેસ્પા જીટીએસ સુપર 125 હશે અને કંપની તેને મેથી જૂનની વચ્ચે લોન્ચ કરી શકે છે. જોકે કંપનીએ તેના વિશે સત્તાવાર કોઈ જાહેરાત કરી નથી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -