Crime News: તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા વિસ્તારમાં સગીરા નરાધમનો ભોગ બની છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સગીરાએ ઉછીના લીધેલા રૂપિયા પાછા ન આપી શકતા નરાધમે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. સગીરા ગર્ભવતી બનતા આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો હતો. બાદમાં પરિવારના સભ્યો દ્વારા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ આરોપી રાકેશ ધોબી વિરૂદ્ધ નિઝર પોલીસ મથકમાં પોક્સો એક્ટ તેમજ અલગ અલગ કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. દુષ્કર્મની ઘટનાને લઈને સમગ્ર પંથકમાં અરેરાટી મચી ગઈ છે.


પોલીસકર્મીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર બાંધ્યા શરીરસંબંધ


અમદાવાદમાં પોલીસકર્મીએ લગ્નની લાલચ આપી મહિલા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. પીડિત મહિલાએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જે મુજબ આરોપી પોલીસકર્મી મહેન્દ્ર ચાવડા 7 વર્ષથી પીડીત મહિલાના સંપર્કમાં હતો અને પરણિત હોવા છતાંય પીડિત મહિલા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના કારણે  બે વાર પીડિત મહિલાએ ગર્ભપાત કરાવવાની ફરજ પડી હતી. પીડિત મહિલા સાથે આરોપી પોલીસકર્મીએ લીવ ઈન રિલેશનશીપનો કરાર કર્યા બાદ ફેરવી તોળતા ફરિયાદ નોંધાઈ હતી.

મુળી ગામથી અમદાવાદ ખાતે લગ્નમાં આવેલી યુવતી સાથે બાપુનગરમાં નોકરી કરતાં પોલીસ કર્મીએ પ્રેમસંબંધ બાંધ્યો હતો. ત્યાર બાદ આ યુવકે યુવતી સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધીને તેને ગર્ભવતી બનાવી હતી. પરંતુ યુવતીએ બે વખત ગર્ભપાત કરાવી દીધો હતો. આરોપી પોલીસ કર્મીએ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા હતાં. આ બાબતની યુવતીને જાણ થતાં આરોપી પોલીસ કર્મીએ તેની પત્ની સાથે છુટા છેડા લેવાની વાત કરીને યુવતી સાથે લિવ ઈનમાં રહેવાનો કરાર કર્યો હતો. યુવતીએ લગ્નને લઈને દબાણ કરતાં પોલીસકર્મીએ ધમકીઓ આપીને ગાળો બોલી હતી. જેથી યુવતીએ બાપુનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મી સામે ફરિયાદ નોંધાવી છે. 


25 મે 2015ના રોજ બેનના લગ્નમાં મુળીથી અમદાવાદ આવેલી યુવતી સાથે મહેન્દ્ર ચાવડા નામના પોલીસ કર્મીની મુલાકાત થઈ હતી. તેણે યુવતીને પોલીસમાં નોકરી કરે છે એવી ઓળખાણ આપી હતી. ત્યાર બાદ તેની સાથે પ્રેમ પ્રસ્તાવ મુક્યો હતો. યુવતીએ કોઈ જવાબ નહીં આપતાં મહેન્દ્ર ચાવડાએ યુવતીના પિતાને ફોન કર્યો હતો. ત્યાર બાદ બંને જણાની ફોન પર વાતચીત શરૂ થઈ હતી અને થોડા સમયમાં પ્રેમ સંબંધ બંધાયો હતો. બંને જણા અમદાવાદની હોટેલમાં જઈને મળતાં હતાં અને ત્યાં આરોપી મહેન્દ્ર યુવતી સાથે લગ્ન કરવાની લાલચ આપીને અનેક વખત શરીર સંબંધ બાંધતો હતો. આ દરમિયાન 2016માં યુવતીને ગર્ભ રહ્યો હતો પરંતુ તેની સરકારી ભરતીની પરીક્ષા હોવાથી આરોપીએ ગર્ભપાત કરાવવાનું કહેતા યુવતીએ ગર્ભપાત કરાવી દીધો હતો.



યુવતી પોલીસ કર્મી મહેન્દ્ર ચાવડાને લગ્નનું કહેતી ત્યારે તે હોટેલમાં લઈ જઈને તેની સાથે શરીર સંબંધ બાંધતો હતો અને લગ્ન કરશે એવો ભરોસો આપતો હતો. આ અરસામાં તે ફરીથી અમદાવાદ આવી ત્યારે તેને આરોપી પોલીસ કર્મી મહેન્દ્ર ચાવડાના લગ્ન કોઈ બીજી યુવતી સાથે થઈ ગયા હોવાનું જાણાવા મળ્યું હતું. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં ત્યારે આરોપી શરીર સુખ માણીને માત્ર લગ્ન કરવાનો ભરોસો જ આપતો હતો. બંને જણા સાથે હરતા ફરતા હતાં. આરોપીની ભુજમાં બદલી થતાં તે અમદાવાદ યુવતીને મળવા માટે આવતો હતો. આ સમય દરમિયાન યુવતીને ફરીવાર ગર્ભ રહી ગયો હતો. યુવતીએ આરોપી મહેન્દ્રને કહેતાં તેણે કહ્યું હતું કે, મારે મારી પત્ની સાથે ઝઘડા ચાલે છે મારી પત્ની મારાથી અલગ રહેતી હોય અને મારી પત્નીથી છુટા છેડા લેવાના વધારે પૈસા માગતી હોય છુટા છેડા થઇ ગયા બાદ હું તારી સાથે લગ્ન કરીશ તેમ કહીને યુવતીનો ગર્ભ પડાવી નાંખ્યો હતો.