મોરબીઃ બેલા ગામે ગઈકાલે ફાયરીંગનો બનાવ બન્યો હતો. હવે ફાયરિંગને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. બેલા ગામના ગૌતમભાઈ દેલવાડિયા પર બે શખ્સોએ ફાયરીંગ કર્યું હતું. નવનીત ઉફે નંદો કાનાભાઈ પટેલ અને યોગેશભાઈ બરાસરાએ ફાયરીંગ કર્યું હતું. મૈત્રી કરાર મામલે ફાયરીંગ થયું હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસમાં નોંધાઈ છે.
ગૌતમભાઈ દેલવાડિયા પર નવનીત અને યોગેશે રિવોલ્વર તાકી આટલી વાર લાગે તેમ કહી પગ પાસે બે રાઉન્ડ ફાયરીંગ કર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લ્ખેખ કરાયો છે. મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કચ્છમાં પત્નીની હત્યા પછી સરખેજમાં સિક્યરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા પતિની ધરપકડ
કચ્છઃ રાપરના આડેસરમાં પત્નીનું ગળું ધડથી અલગ કરનારો વોન્ટેડ પતિ અમદાવાદના સરખેજમાંથી પકડાયો છે. 25 નવેમ્બરના રોજ આરોપી પતિ તેની પત્નીનું બેરહેમીપૂર્વક ખૂન કરી ફરાર થઈ ગયો હતો. 25 નવેમ્બર 2021ના કુહાડી વડે પત્નીનું માથું ધડથી અલગ કરી નાખી એક આંગળી પણ કાપી નાખી હતી. ક્રૂરતાપૂર્વક હત્યા કરીને નાસી ગયાની ઘટના આડેસર પોલીસ મથકે નોંધાઇ હતી.
ફરાર આરોપીની અમદાવાદના સરખેજમાંથી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરી. આરોપી સરખેજમાં સિક્યોરીટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાની બાતમી મળતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તેને દબોચી લીધો.
Surat: ગાંધી આશ્રમની સંચાલિકાને યુવક સાથે બંધાયા પ્રેમસંબંધ, પતિ આડખીલી બનતો હતો, તો....
સુરતઃ ઓલપાડ તાલુકાના ઉમરાછી ગામે પૂર્વ સરપંચના મોતનું રાઝ ખુલી ગયું છે. પૂર્વ સરપંચનું આકસ્મિક મોત નહીં પરંતુ હત્યા કરવામાં આવી હતી. મૃતકની પત્ની અને તેના પ્રેમીએ મળીને હત્યા કરી નાખી હતી. હત્યાને આકસ્મિક મોતમાં ખપાવી દેવામાં આવ્યું હતું. મૃતકના અગ્નિ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા. પોલીસને શંકા જતા તલસ્પર્શી તપાસ હાથ ધરી હતી.
હત્યારી પત્ની ડિમ્પલ સેવણીયા ઐતિહાસિક દાંડી યાત્રાના ગાંધી આશ્રમ ઉમરાછીના સંચાલન કરતા હતા. જ્યારે હત્યારો પ્રેમી હેમંત ઉર્ફે પિન્ટુ શર્મા અમદાવાદ ઓફિસથી ગાંધી આશ્રમની વિઝીટ કરવાની નોકરી કરતો હતો. આમ, વારંવાર મુલાકાતો થતી હોવાથી બંનેને આંખ મળી ગઈ હતી. જોકે, આ પ્રેમસંબંધમાં પતિ વીરેન્દ્રસિંહ સેવાનીયા આડખીલી બનતો હોવાથી તેને મારી નાંખવાનું કાવતરું ઘડ્યું હતું.
પ્લાન પ્રમાણે ડિમ્પલે 15મેની રાતે પ્રેમીને ઘરે બોલાવ્યો હતો. માજી સરપંચ અને વ્યવસાયે વકીલ એવા પતિની અડધી રાત્રે પત્નીના પ્રેમીએ પેવર બ્લોકના ઘા મારી હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ પછી પત્નીએ હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસની સતર્કતાને કારણે સમગ્ર હત્યાકાંડ સામે આવ્યો છે. ઘરમાંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.
સુરત ગ્રામ્ય પોલીસે હત્યા કરનાર પત્ની ડીમ્પલ અને પ્રેમી હેમંત ઉર્ફે પીન્ટુ હસમુખ શર્માની ધરપકડ કરવામાં આવી છે.