Morbi News: મોરબીના ખાનપર ગામે (khanpar village) પતિએ પત્નીની હત્યા (husband murder wife) કર્યાનો બનાવ સામે આવ્યો છે. લાશ (dead body) અને આરોપી પતિ (husband) સાથે પરિજનો મોરબીથી (morbi crime news) છેક 450 કિમિ દૂર છોટાઉદેપુર પહોંચ્યા હતા.
શું છે મામલો
છોટાઉદેપુર તાલુકાના નવાગામ ગામના રહેવાસી રેમલા નાયકા તેની પત્ની ઝીનકીબેન નાયકા અને બે સંતાનો સહિત પરિવાર સાથે મજૂરી અર્થે મોરબીના ખાનપર ગામે રાજેશ લક્ષ્મણભાઈ ડાવેરાની વાડીમાં રહેતા હતા. ગતરાત્રિએ કોઈ કારણોસર પતિ રેમલા નાયકાએ પોતાની પત્ની ઝીનકી બેનને દાતરડી વડે મોઢા ઉપર બેરહેમીપૂર્વક વાર કરી હત્યા નિપજાવી હતી. રેમલા અને ઝીનકી બેન વાડીમાં નાની ઝૂંપડીમાં સૂતા હતા જ્યારે અન્ય પરિજનો બહાર ખુલ્લામાં ઊંઘતા હતા દરમિયાન મોડી રાત્રે માતા ઝીનકીબેનના રડવાનો અવાજ આવતા મોટો પુત્ર હસમુખ ઝૂંપડી માં જોવા ગયો તો પિતા ના હાથમાં દાંતરડું હતું અને માતા લોહીલુહાણ હાલતમાં નીચે પડી હતી. પિતાને ધક્કો મારી માતાને જોતા ઝીનકીબેનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
વાડી માલિકને જાણ કરી
ત્યારબાદ વાડીના માલિકને ઘટના વિશે જાણ કરતા વાડી માલિક રાજેશ ડાવેરાએ સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના લાશ અને આરોપી સાથે સમગ્ર પરિવારને ભાડાની કાર કરી પોતાના વતન તરફ જવા રવાના કરી દીધા પરંતુ પરિજનોએ ઘરે જવાના બદલે છોટાઉદેપુર તાલુકાના જોજ પોલીસ સ્ટેશને લાશ અને આરોપી સાથે પહોંચ્યા હતા. જે બાદ પોલીસે પુત્ર હસમુખ નાયકાની ફરિયાદ લઈ લાશને પીએમ માટે મોકલી
આગળની કાર્યવાહી હાથ ધરી હતી.