India Suicide Rate: નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો(NCRB)ના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિપોર્ટ પ્રમાણે ભારતમાં વર્ષ 2021માં 1.64 લાખ લોકોએ આત્મહત્યા કરી છે. દરરોજ લગભગ 450 અને દર કલાકે 18 આત્મહત્યાના કેસ સામે આવ્યા. જે અત્યાર સુધીના સૌથી વધુ આત્મહત્યાના કેસ છે. આત્મહત્યા દ્વારા મૃત્યુ પામનારાઓમાં લગભગ 1.19 લાખ પુરૂષો, 45,026 મહિલાઓ અને 28 ટ્રાન્સજેન્ડર હતા.


નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના 'એક્સીડેન્ટલ ડેથ્સ એન્ડ સ્યુસાઈડ્સ ઈન ઈન્ડિયા-2021' રિપોર્ટમાંથી આ જાણવા મળ્યું છે. રિપોર્ટ અનુસાર, 2020 અને 2021માં કોરોના મહામારી ફાટી નીકળ્યા પહેલાની સરખામણીએ આત્મહત્યાના વધુ કેસ નોંધાયા છે.


આત્મહત્યાના કેસોમાં વધારો


NCRBના ડેટા અનુસાર, 2020માં દેશભરમાં 1.53 લાખ આત્મહત્યાના મોત નોંધાયા હતા. રિપોર્ટ દર્શાવે છે કે 2019માં આત્મહત્યાની સંખ્યા 1.39 લાખ હતી, 2018માં તે 1.34 લાખ હતી, 2017માં તે 1.29 લાખ હતી. તો બીજી તરફ, 2020 અને 2021 માં 1.50 લાખથી વધુ હતા.


તમને જણાવી દઈએ કે, 1984માં દેશમાં પહેલીવાર આત્મહત્યાથી મૃત્યુનો આંકડો 50,000ને વટાવી ગયો હતો અને 1991માં આ આંકડો વધીને 75,000 થઈ ગયો હતો. તો બીજી તરફ, 1998માં આત્મહત્યાના કારણે 1 લાખથી વધુ લોકોના મોત થયા હતા અને હવે આ આંકડો વધી રહ્યો છે.


આત્મહત્યાના કારણો શું હતા?


NCRBએ 2021 માટેના તેના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું હતું કે વ્યાવસાયિક અથવા કારકિર્દીની સમસ્યાઓ, એકલતાની લાગણી, દુર્વ્યવહાર, હિંસા, પારિવારિક સમસ્યાઓ, માનસિક વિકૃતિઓ, દારૂનું વ્યસન, આર્થિક નુકસાન આ બધા આત્મહત્યાના કારણો છે. NCRBએ કહ્યું કે તે આ ડેટા દેશભરમાં પોલીસ દ્વારા નોંધાયેલા આત્મહત્યાના કેસમાંથી મેળવે છે.


Cyrus Mistry ની કારનો અમદાવાદ - મુંબઈ હાઈવે પર આ રીતે થયો અકસ્માત


ટાટા ગ્રૂપના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું મુંબઈના પાલઘરમાં માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. સાયરસ મિસ્ત્રી બાય રોડ અમદાવાદ થી મુંબઈ જઈ રહ્યા હતા તે દરમિયાન પાલઘર નજીક અકસ્માત થતાં તેમનું અવસાન થયું હતું. પાલઘર એસપીએ અકસ્માતમાં તેમના મૃત્યુની પુષ્ટિ કરી છે. સાયરસ મિસ્ત્રીનો જન્મ 4 જુલાઈ 1968ના રોજ ભારતીય મૂળના આઇરિશ બિઝનેસ ફેમિલીમાં થયો હતો.


એક મહિલા ચલાવી રહી હતી ગાડીઃ


પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, અકસ્માત બપોરે 3 વાગ્યાની આસપાસ પાલઘર નજીક આવેલી સૂર્યા નદી પરના ચારોટી બ્રિજ નજીક આ અકસ્માત થયો હતો અને તે દરમિયાન એક મહિલા તેની કાર ચલાવી રહી હતી. આ અકસ્માતમાં કારમાં બેઠેલા બે લોકોના મોત થયા હતા. જેમાંથી સાયરસ મિસ્ત્રી પણ હતા. કારમાં બેઠેલા અન્ય બે લોકો જીવિત છે. આ કારમાં સવાર 4 લોકોના નામ જહાંગીર દિનશા પંડોલે, સાયરસ મિસ્ત્રી, અનાયતા પંડોલ (મહિલા), દરીયસ પાંડોલે છે. જેમાંથી સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલેનું આ કાર અકસ્માતમાં નિધન થયું છે.


કેવી રીતે થયો અકસ્માત?