Crime News: સુરત શહેરના કામરેજના હલદરૂ ગામે હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. અહીં સગી માતાએ 2 માસૂમ બાળકીઓની હત્ કર્યા બાદ પોતે આત્મહત્યા કરી લીધી છે. એક સાથે 3 લોકોના મોતને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી જવા પામી છે. આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર એક અઢી વર્ષની બાળકી અને એક 11 માસની બાળકીને ઝેર પીવડાવી જનેતા મોતને ઘાટ ઉતાર્યા હતા.
બાળકીઓની હત્યા બાદ માતાએ પોતે પણ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પતિ સાથેના ઘર કંકાશમાં મહિલાએ આ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે મહિલાનો પતિ ઘર જમીન દલાલી કરતો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ઘટના ને લઇ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું છે.
મરણ જનાર
અનન્યા વરુણ મિશ્રા (માતા) ઉ. ૨૬ વર્ષ
વૈષ્ણવી વરુણ મિશ્રા (પુત્રી) ઉં.:- 2 વર્ષ 7 માસ
વિધિ વરૂણ મિશ્રા (પુત્રી) ઉં:- 11 માસ
જો તમે ફેસબુક પર ઓનલાઈન કોઈ ખરીદી કરતા હોય તો તમારે ચેતી જવાની જરુર છે. સુરતમાં માત્ર 389 રુપિયામાં સસ્તા રમકડા આપવાની લોભામણી જાહેરાત આપી 3500 રુપિયાની છેતરપીંડી કરી હોવાની ઘટના સામે આવી છે. ઓનલાઈન ફેસબુક પર બાબોબેબી.ખિલૌના કિડ્સ નામથી વેબસાઇટ શરૂ કરી તેના ઉપર મોંઘા રમકડાં માત્ર 389 રૂપિયામાં વેચાણ કરવાની જાહેરાત મૂકવામાં આવી હતી. પૈસા ખાતામાં ઓનલાઇન ટ્રાન્સફર મેળવી ડિલિવરી નહિ કરતી ટોળકીને વરાછા પોલીસે દબોચી લીધી હતી. આ ટોળકી પોલીસ ફરિયાદ નહિ થાય તે માટે નાની-નાની રકમની છેતરપિંડી કરતા હતા. સુરત પોલીસે હાલ તો આ ટોળકીના ફેડરલ બેન્કના એકાઉન્ટમાંથી 13.86 લાખનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું હતું. પોલીસે આ સમગ્ર કેસને લઈ વધુ તપાસ હાથ ધરી છે.
વરાછા મારુતિ ચોકના ઉમિયા કોમ્પ્લેક્ષમાં રહેતો અને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતાં 26 વર્ષના સાગર જોષીએ ફેસબુક ઉપર બાબોબેબી.ખિલૌના કિડ્સ નામની વેબસાઇટની જાહેરાત જોઈ હતી. માત્ર 389 રૂપિયામાં મોંઘી ટોય કાર મળતી હોઈ આ યુવકે 4 જાન્યુઆરીએ ઓર્ડર પ્લેસ કરી પેટીએમથી શ્યામએન્ટ નામની યુ.પી.આઈ. IDમાં ઓનલાઈન પેમેન્ટ કરી દીધું હતું. જોકે આ નાણાં ચૂકવવા છતાં પણ ઓર્ડર બૂક બતાવતો નહતો. વધુ ચેક કરતાં આ વેબસાઈટ જ બંધ થઈ ગઇ હોઈ મામલો શંકાસ્પદ લાગ્યો હતો. યુવકે વરાછા પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવતાં પોલીસ ઇન્સ્પેક્ટર એ.બી. ગાબાણીએ આ પ્રકરણને ગંભીરતાથી લઈ તપાસ હાથ ધરતાં મોટું રેકેટ બહાર આવ્યું હતું.