Exit Poll 2024
(Source: Poll of Polls)
સુરેન્દ્રનગરઃ માતાએ પ્રેમી સાથે મળીને 17 વર્ષીય દીકરીની કરી નાંખી હત્યા, પછી શું થયું?
આ અંગેની વિગતો એવી છે કે, પાટડીના ધામા ગામ ખાતે રહેતી કંકુબેન અને ઉમંગ ઠક્કરને પ્રેમસંબંધ હતા. આ પ્રેમસંબંધમાં 17 વર્ષીય દીકરી કિંજલ આડખીલી બનતી હતી. ત્યારે કંકુ અને ઉમંગે તેનો કાંટો કાઢી નાંખવાનું નક્કી કર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકંકુબેને પ્રેમી ઉમંગ સાથે મળીને દીકરી કિંજલની છરીના અંસખ્ય ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જોકે, ઝીંઝુવાડા પોલીસે ગણતરીના સમયમાં જ બંનેને પકડી પાડ્યા હતા અને શુક્રવારે બંનેને પાટડી કોર્ટમાં રજૂ કરતાં એક દિવસના રિમાંડ મંજૂર કરાયા હતા.
પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં 17 વર્ષીય સગીરાની હત્યા ખૂદ તેની માતાએ પ્રેમી સાથે મળીને કરી નાંખતા ભારે ચકચાર મચી ગઈ છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે. મહિલાના પ્રેમીની પોલીસ સ્ટેશન સામે જ પોલીસે સરભરા કરી હતી, તેનો વીડિયો હાલ વાયરલ થયો છે.
પોલીસે શુક્રવારે પોલીસ સ્ટેશન બહાર જ આરોપી ઉમંગની સરભરા કરી હતી. હાલ, પોલીસ દ્વારા દંડાથી કરવામાં આવી રહેલી ધૂલાઇનો વીડિયો વાયરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. આરોપીને પોલીસ સ્ટેશન લવાયો ત્યારે લોકોના ટોળેટોળા બહાર પહોંચી ગયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -