મધ્યપ્રદેશ:વધુ એક હત્યાની  ક્રૂર ઘટના સામે આવી છે. હવે મધ્યપ્રદેશના ઈન્દોરથી એક મામલો સામે આવ્યો છે. જ્યાં  પતિએ લગ્નના 17 દિવસ બાદ  છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી દીધી


દેશમાં એક પછી એક ક્રૂર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે. હવે મધ્યપ્રદેશના ઈન્દોરથી એક મામલો સામે આવ્યો છે. જ્યાં  પતિએ છરીના ઘા ઝીંકીને પત્નીની હત્યા કરી દીધી.


 લગ્ના 17 દિવસ બાદ જ પતિએ પત્નીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દીધી.  આરોપીનું નામ વિકી છે. વિકીના લગ્ન અંજલિ સાથે  17 દિવસ પહેલા થયા હતા. 7મી જૂને તેણે અંજલિની હત્યા કરી હતી. આરોપીએ એટલો ખતરનાક હુમલો કર્યો કે તેમના ખુદના હાથમાં પણ  ઈજા થઈ છે.. જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.


આ ઘટના ઈન્દોરના ધારા નાકા મહુનો છે. વિકી અને અંજલિ બંનેના લગ્ન તાજેતરમાં જ થયા હતા. બંને રૂમમાં હતા. અચાનક પરિવારના સભ્યોએ અંજલિના રડવાનો અવાજ સાંભળ્યો. જ્યારે પરિવારના સભ્યો રૂમમાં પહોંચ્યા ત્યારે અંજલિ લોહીથી લથપથ જમીન પર પડી હતી. ફ્લોર પર લોહીના છાંટા પડ્યા હતા. સાથે જ વિકી પણ ઘાયલ જોવા મળ્યો હતો. તાબડતોબ અંજલીને હોસ્પિટલ લઈ જવામાં આવી. જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી.  હતો. વિકીએ અંજલિના શરીર પર 10 વાર ઘા માર્યા હતા.


પોલીસને આ વાતની જાણ થતાં તે પરિવારજનો પાસેથી માહિતી મેળવવા પહોંચી હતી. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિકી હાલમાં ઈન્દોરની એક હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.


બંનેના લગ્ન 21 મેના રોજ થયા હતા


વિકી પીથમપુરમાં એક ફેક્ટરીમાં કામ કરે છે. આ કપલે 21 મે 2023ના રોજ લગ્ન કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિકી અંજલિ સાથે લગ્ન કરવા તૈયાર નહોતો. આ બાબતે ગ્રામીણ એસપીનું કહેવું છે કે પતિએ પત્નીની હત્યા કરી અને પોતાને પણ છરી વડે ઇજા પહોંચાડી છે. જેથી  આરોપી પતિ સારવાર હેઠળ  છે. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. રિપોર્ટ આવ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે. હત્યાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.