Crime News:  મધ્યપ્રદેશના ટીકમગઢમાં વિવાદમાં પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. આ ઘટના જતારા પોલીસ સ્ટેશન ક્ષેત્રના રામનગરની છે. આશરે અઠવાડિયા સ પહેલા રમાનગર નિવાસી એક શખ્સે જણાવ્યું કે તેનો પત્ની સાથે કોઈ વિવાદ ચાલી રહ્યો હતો અને આ વિવાદના કારણે બંને વચ્ચે ઝઘડો થયો હતો, પરંતુ થોડા દિવસો પહેલા પતિ-પત્નીમાં સમાધાન પણ થયું હતું. 


પરિવારજનો પુરુષને લઈ ગયા હોસ્પિટલ


સમાધાન બાદ જ્યારે પતિ પત્ની બંને પોતાના ઘર પર હતા, ત્યારે રાત્રે બંને સંબંધ બનાવી રહ્યા હતા. આ દરમિયાન પત્નીએ પતિનું ગુપ્તાંગ કાપી નાંખ્યું. ઈજાગ્રસ્ત અવસ્થામાં પીડિત પોતાના પરિવારના સભ્યો સાથે ઝાંસીની મેડિકલ કૉલેજ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. 


પતિએ નોંધાવી પત્ની સામે ફરિયાદ


ત્યારબાદ જ્યારે પીડિત થોડો સ્વસ્થ થયો તો પોતાના પરિવારના સભ્યોને લઈ જતારા પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોતાની પત્ની સામે ફરિયાદ નોંધાવી. પોલીસે ફરિયાદના આધારે પત્ની સામે કેસ નોંધી તપાસ શરુ કરી છે. જ્યારે જતારા સ્વાસ્થ ચિકિત્સક સુરેશ કુમાર શર્માએ જણાવ્યું કે ધારદાર વસ્તુથી પ્રાઈવેટ પાર્ટ કાપવામાં આવ્યો  હતો.


પોલીસે શું કહ્યું


આ મામલામાં જતારા  પોલીસ સ્ટેશનના એએસઆઈ રવિ કુશવાહાએ જણાવ્યું હતું કે ફરિયાદીએ લખેલી ફરિયાદના આધારે કલમ 324 હેઠળ 12 ડિસેમ્બરે કેસ નોંધવામાં આવ્યો હતો અને પીડિતને તબીબી સારવાર માટે આરોગ્ય કેન્દ્રમાં મોકલવામાં આવ્યો હતો. હવે ડોક્ટરનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચોઃ Legal Age of Marriage for Women: મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો શું થશે અસર


Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે


Digital Transaction: UPI-રૂપે ડેબિટ કાર્ડથી લેણદેણને પ્રોત્સાહન આપવા મોદી સરકારે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત