Crime News: અમદાવાદમાં ‘ખુન કા બદલા ખુન’ જે ઘટના સામે આવી છે. શહેરના અમરાઈવાડીમાં એક પરિવારે પુત્રની હત્યાનો બદલો લેવા યુવકની જાહેરમાં હત્યા કરી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મૃતક નવલેશનો ગેસના બાટલાને લઇ ગત ડિસેમ્બરમાં નટુભાઈ અને તેના પરીવાર સાથે ઝઘડો થયો હતો. આ બબાલમાં નવલેશના પિતરાઈ ગિરિરાજે કિરણ નામના યુવકની હત્યા કરી નાખી હતી. હવે આ અદાવતમાં કિરણના પરિવારે નવલેશની જાહેરમાં ચપ્પુના ઘા મારી હત્યા કરી દીધી છે. આ હત્યામાં કિરણના માતા-પિતા, ભાઈ અને મિત્ર સંડોવાયેલા હોવાનું ખુલાસો થયો છે. હાલમાં અમરાઈવાડી પોલીસે ચારેય આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.


ધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને કોર્ટે જન્મટીપની સજા ફટકારી


Godhra : ગોધરા  2002  સાબરમતી  ટ્રેન કાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકને  ગોધરા સેશન કોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. ગોધરા  SOG પોલીસે 19 વર્ષ બાદ આરોપી રફીક હુસેન ભટુકને તેના ઘરેથી ગત 15 ફેબ્રુઆરી 2021ના રોજ ઝડપી પાડ્યો હતો.   આરોપી રફીક હુસેન ભટુક  પોતાની સાચી ઓળખ છુપાવી દિલ્હીમાં  મજૂરી કામ કરી જીવન નિર્વાહ કરતો હતો.


ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવાના ગુનામાં સંડોવાયેલ  હતો
ગોધરા સાબરમતી ટ્રેન હત્યાકાંડના આરોપી રફીક હુસેન ભટુકને ગોધરાની  સેશન કોર્ટે જન્મટીપની સજા ફટકારી છે. ગોધરા કાંડનો મુખ્ય આરોપી  રફીક હુસેન ભટુક છેલ્લા 19 વર્ષથી નાસતો ફરતો હતો. આરોપી ગત 15 ફેબ્રુઆરી 2021ના રોજ તેના ઘરેથી ઝડપાયો હતો. રફીક હુસેન ભટુક ટ્રેન સળગાવવા પેટ્રોલ ભરી આપવાના ગુનામાં સંડોવાયેલ હતો. રેલ્વેની પોલીસ ફરીયાદમાં રફીક ભટુકને કોર ગૃપનો મુખ્ય આરોપી  દર્શવ્યો હતો. રફીક હુસેન ભટુક છેલ્લા 19 વર્ષથી દિલ્લી સહિતના અન્ય શહેરોમાં  છુપાઇને રહેતો હતો.


ગોધરામાં તેના ઘરે છુપાયો હતો રફીક હુસેન ભટુક
રફીક હુસેન ભટુક હાલ ગોધરામાં સિગ્નલ ફળીયામાં ઇમરાન મસ્જીદ પાસે તેના ઘરે આવી ને છુપાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમી ગોધરા SOG ને મળી હતી. જે બાતમી ના આધારે ગોધરા SOG અને બી ડીવીઝન પોલીસની સંયુક્ત ટીમે આરોપીને તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો  સાબરમતી ટ્રેન હત્યાકાંડના 51 વર્ષિય આરોપી રફીક હુસેન ભટુક પાસેથી   મોબાઇલ તથા ચૂંટણી કાર્ડ મળી આવ્યું હતું. પંચમહાલ પોલીસે જરૂરી કાર્યવાહી કરી આરોપી રફીક ભટુકને  રેલવે પોલીસ ને સુપ્રત કર્યો હતો 









જે તે સમયે પોલીસ ની પ્રાથમિક પૂછ પરછ માં આરોપી રફીક ભટૂક પોતાની ઓળખ છુપાવી  દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં રફીક મજુરી કામ સહિત ચોકીદારની કામગીરી કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ટ્રેન હત્યાકાંડનો આરોપી રફીક હુસેન ગોધરા રેલવે સ્ટેશન પર જે તે વખતે ફેરીયાનું કામ કરતો હતો. ટ્રેન કાંડમાં નામ ખુલતાં રફીક ફરાર થયો હતો અને દિલ્હી સહિતના અલગ અલગ શહેરોમાં રફીક જુદી જુદી  ફેકટરીઓમાં ચોકીદારની નોકરી તેમજ ફ્રૂટની લારી તથા મજુરી કામ કરીને ગુજરાન કરતો હતો.