Crime News: સુરતમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરત શહેરમાં મારા મારી હત્યા અને દુષ્કર્મના વધતા કેસોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. હજી એક સપ્તાહ અગાઉ મધ્યપ્રદેશથી નોકરી કરવા આવેલ શ્રમિક યુવાનનો સુરતના પાંડેસરા વિસ્તારમાંથી હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો છે. જરીના કારખાનામાં કામ કરતા યુવાનને કોણે કયાં કારણે ગળાનો ભાગ કાપી નાંખ્યો એ બાબતે પોલીસે તપાસ શરૂ કરતા ચોકી ગઈ હતી.


મધ્યપ્રદેશના સતના પંથકના ગામડેથી પુરણસિંગ ઉર્ફે ગુરુ શાહુ સુરત શહેરમાં ગત સપ્તાહે નોકરી કરવા આવ્યો હતો. તેમજ પાંડેસરાની મણીનગર વસાહતમાં રહીને જરીના કારખાનામાં કામ કરી રહ્યો હતો. એ દરમિયાન સ્થાનિક તિરૂપતિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ અવાવરુ જગ્યાએ તેનું ગળું રહેંસી નાંખેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. બનાવ અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી જઇને ડોગ સ્કવોર્ડ, ફોરેન્સીક નિષ્ણાંતોની મદદ અને સીસી ટીવી કેમેરાના આધારે વધુ તપાસ આદરી હતી .


પાંડેસરા પોલીસે પુરણસિંગની કોણે હત્યા કરી એ બાબતે વધુ તપાસ શરૂ કરી હતી. પુરણર્સિંગના અન્ય યુવતી સાથેના અનૈતિક સંબંધના મામલે હત્યા થઇ હોવાની મહત્વની કડી પોલીસને મળી હતી. જે બાદ એ તરફ વધુ તપાસ આદરી હતી, ત્યારે પોલીસ ચોકી ગઈ હતી. મૃતકની હત્યાની સોપારી આપવામાં આવી હતી. રૂ 50 હજારમાં પુરણસિંગ ઉર્ફે ગુરુ શાહુની હત્યાની સોપારી આપવામાં આવી હતી. સોપારી આપનારો અન્ય કોઈ નહીં મૃતક પુરણસિંગ ઉર્ફે ગુરુ શાહુની પત્નીનો પ્રેમી નીકળ્યો છે. 


મૃતક પુરણસિંગ ઉર્ફે ગુરુ શાહુની પત્ની સંગીતાનો પ્રેમી હતો આરોપી અજય મોર્યા. સંગીતાને કાયમ માટે પોતાની બનાવવાના ચક્કરમાં આરોપી અજય મોર્યાએ સાત જન્મોના સમ ખાનારા પતિ પત્ની વચ્ચે વિલન બનીને પતિ પુરણસિંગની હત્યા કરવાનો પ્લાન બનાવી નાખ્યો હતો અને પોતાના જ મિત્રોને આપી દીધી હતી રૂ 50 હજારમાં સોપારી. હત્યાની સોપારી આપવાના મામલે આરોપીઓને માત્ર મળ્યા હતા રૂ 22 હાજર એડવાન્સ પેટે, બાકીના કામ તમામ કર્યા બાદ મળવાના હતા.


પ્લાન બનવામાં આવ્યો હતો અને પ્લાન મુજબ આરોપીઓએ પૂરણનું કામ તમામ કર્યું હતુ. તિરુપતિ ઇન્ડસ્ટ્રીના ખુલ્લા મેદાનમાંથી પુરણસિંગની ગળુ કાપેલી હાલતમાં લાશ મળી આવી હતી. મૃતકની ઓળખ થતાની સાથે પાંડેસરા પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યા હતા અને એક બાદ કડી મળતી ગઈ હતી અને પાંડેસરા પોલીસ ચોકી ગઈ હતી. કારણ કે આ હત્યા એક સોપારી કિલિંગ હોવાનું આવ્યું બહાર આવ્યું. મૃતકની પત્ની અને મરનારના મિત્ર વચ્ચે પ્રેમ સંબંધ હતો. પ્રેમીએ પ્રેમિકાને કાયમી પામવા પ્રેમિકાના પતિની હત્યાની સોપારી આપી હતી. જો કે, હવે તેને જેલના સળીયા ગણવાનો વારો આવ્યો છે.


પકડાયેલા આરોપીઓના નામ


1)અજયકુમાર અશોકકુમાર મૌર્ય
ઉત્તર પ્રદેશ બદલાપુર


2)હરિશંકર રામસામુદ મૌયા
ઉત્તર પ્રદેશ જોનપુર


3)રાકેશ રામખિલાવન કેવટ
ઉત્તર પ્રદેશ બાંદા


4)સાગર ભગવાન ખંડવાલ
ઓરિસ્સા ગંજામ


5)સંતોષ ભાસ્કર મહંતી
ઓરિસ્સા ગંજામ


6)જીતેન ઉર્ફે જીતેન્દ્ર મોજીલાલ રૂપાલે
મધ્ય પ્રદેશ ખંડવા



મૃતક અને આરોપીઓ વચ્ચે ઓળખના હોવાથી પ્રેમી અજયે એક પ્લાન બનાવ્યો હતો અને પતિ પૂરણ જ્યાં કામ કરે છે,ત્યાં ચાની દુકાનને જતો હોવાથી હત્યારાઓને જણાવ્યું હતુ કે તમે પ્રથમ પુરણસિંગ સાથે મિત્રતા કરો, અને એ જ પ્લાન મુજબ પૂરણ સાથે હત્યારોએ મિત્રતા કરી હતી અને છેલ્લા 15 દિવસમાં કુલ ત્રણ વાર દારૂની પાર્ટી કરી હતી.બે  દારૂની પાર્ટી બાદ પૂરણને પણ વિશ્વાસ બેસી ગયો હતો કે આ લોકો મારાં મિત્ર જ છે.પરંતુ પૂરણને ક્યા ખબર હતી કે આ મિત્રો નથી બલ્કે પૂરણનું કાસળ કાઢવા માટે આવેલા સોપારી કિલર્સ છે. બસ હવે વાત આવી ત્રીજી પાર્ટીની અને આ વખતે નક્કી થયું કે ગરમી છે ખુલ્લામાં પાર્ટી કરીશું અને તમામ પહોંચી ગયા હતા ખુલ્લા પ્લોટમાં અને શરૂ થઈ હતી પાર્ટી. મોડે સુધી પાર્ટી કર્યા બાદ નશામાં ચૂર થયેલા પૂરણને મારમારી એનું ગળું કાપી નાખ્યું હતુ અને તમામ ફરાર થઈ ગયા હતા.