Sara Tendulkar's Reaction On Shubman Gill Catch: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વર્લ્ડ કપ 2023ની મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની આ ચોથી મેચ છે પરંતુ શુભમન ગિલ માટે ટૂર્નામેન્ટની બીજી મેચ છે. આ મેચ જોવા માટે પૂર્વ ભારતીય દિગ્ગજ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર પણ આવી છે. દરમિયાન, શુભમન ગિલના કેચ પછી સારા તેંડુલકરનું રિએક્શન ઝડપથી વાયરલ થઇ રહ્યું છે જેમાં સારા ખૂબ જ ખુશ દેખાતી હતી.






સારા ગિલના કેચ પર ખુશીથી ઝૂમી ઉઠી સારા


ગિલે ઇનિંગની 38મી ઓવરમાં શાર્દુલ ઠાકુરની બોલિંગ પર તૌહીદ હ્રદયનો કેચ લીધો હતો. આ કેચનો વીડિયો ICCએ શેર કર્યો છે. શાર્દુલની ઓવરના બીજા બોલ પર તૌહિદે શોર્ટ ફટકાર્યો હતો જે સીધો શુભમન ગિલના હાથમાં ગયો હતો.






ગિલના કેચ પછી સારા ખુશીથી ઝૂમી ઉઠી હતી. તેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ કેચ દ્વારા બાંગ્લાદેશે ઇનિંગ્સની પાંચમી વિકેટ ગુમાવી અને તૌહીદ હૃદય 16 રન (35 બોલ) બનાવીને આઉટ થયો હતો.


બાંગ્લાદેશે 256 રન કર્યા


ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા બાંગ્લાદેશે 50 ઓવરમાં 8 વિકેટે 256 રન બનાવ્યા હતા. ટીમ માટે ઓપનર લિટન દાસે 66 (82 બોલ)ની સૌથી મોટી ઇનિંગ રમી જેમાં 7 ચોગ્ગા સામેલ હતા. આ સિવાય સાથી ઓપનર તંજીદ હસને 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 51 (43) રન બનાવ્યા હતા. આ દરમિયાન જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને રવિન્દ્ર જાડેજાએ 2-2 વિકેટ લીધી હતી. જ્યારે શાર્દુલ અને કુલદીપને 1-1 સફળતા મળી હતી. 


વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામેની મેચમાં ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થયો છે. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે સૌથી મહત્વનો ખેલાડી છે, બાંગ્લાદેશ સામે બોલિંગ કરતા સમયે હાર્દિક પંડ્યાના પગના સ્નાયુઓ ખેંચાઇ ગયા હતા. તે તેની પ્રથમ ઓવર ફેંકી રહ્યો હતો, પરંતુ બોલ રોકતા સમયે બોલ તેના પગમાં વાગ્યો હતો અને તે ઇજાગ્રસ્ત થયો હતો. ટીમ ઈન્ડિયાના ડોક્ટરે મેદાન પર તેની સારવાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અંતે તેને મેદાનની બહાર જવું પડ્યું હતું. બાદમાં વિરાટ કોહલીએ હાર્દિક પંડ્યાની ઓવરના બાકીના ત્રણ બોલ ફેંકીને ઓવર પુરી કરી હતી.