નવસારીઃ નવસારી તાલુકાના રામલામોરા ગામે યુવતીને બીમારી દૂર કરવાના બહાને જયેશ બાપુએ બળાત્કાર ગુજારતા ચકચાર મચી ગઈ છે. યુવતી પર બળાત્કાર ગુજાર્યા પછી આ અંગે કોઈને કહેશે તો જયેશ ભગતે જાનથી મારી નાંખવાની ધમકી હતી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે જયેશ બાપુને ઝડપી લીધો છે. આ ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે. તેમજ જયેશ ભગત પર લોકો ફીટકાર વરસાવી રહ્યા છે.
છ વર્ષ પહેલાં જયેશ બાપુના પિતા ચીમન બાપુને રામલામોરા ગામના લોકો ગુરુ તરીકે માનતા હતા. તેમના નિધન પછી 6 વર્ષથી તેમનો પુત્ર જયેશ પોતાને જયેશ બાપુ કહેવડાવતો હતો. તેમજ ધર્મના નામે લોકોનાં દુઃખ દૂર કરવા દર ગુરુવાર અને રવિવારે સભા ભરતો હતો. તેમનાં ખોટાં કૃત્યનો ભોગ બનનાર વ્યક્તિ તેમને કહેવા જોય તો જયેશ બાપુ સભામાં તેમનું અપમાન કરતો હતો. જેને કારણે ફરિયાદ માટે આગળ આવતું ન હતું. હવે યુવતીએ ફરિયાદ કરતા સમગ્ર હકિકત પરથી પર્દાફાશ થયો છે. તેમજ લોકો જયેશ બાપુએ પિતા ચીમન બાપુની નામ લજવ્યું તેમ જણાવી રહ્યા છે.
યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી તેની તબિયત સારી રહેતી નહોતી. જેથી કોઈએ નવસારી પાસેના રામલામોરા ગામમાં ભગત(બાપુ) ઉર્ફે જયેશ ભગત પાસે જવાની સલાહ આપી હતી. આથી યુવતી તેમને મળવા ગઈ હતી, ત્યારે ભગત બાપુ સાથે ફક્ત વાતચીત થઈ હતી. યુવતી તેમને બીજીવાર મળવા ગઈ ત્યારે તેમણે યુવતીને દવા આપી હતી. તેમજ ગત 20મી ઓક્ટબરે ફરી મળવા માટે બોલાવ્યા હતા.
આથી યુવતી જયેશ બાપુને મળવા ત્રીજીવાર મંદિરે પહોંચી હતી. અહીં યુવતીને સવાર સાંજ સુધી બેસાડી રાખી હતી. સાંજે મંદિરમાં કોઈ નહોતું ત્યારે તેઓ યુવતી પાસે આવ્યા હતા અને તેની સાથે અડપલા કરવા લાગ્યા હતા. તારે સારું થવું હોય અને દુ:ખ દૂર કરવું હોય તો તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે. બધા કિસ્સામાં હું દરેક આવનારી સ્ત્રીને આવું જ કરું છું. આવું કરવાથી દુઃખ મટી જાય છે, તેમ કહ્યું હતું અને પછી તેને બાજુના ઘરમાં લઈ જઈ પરાણે શરીરસુખ માણ્યું હતું. તેમજ કોઈને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી, તેવું લેખિત ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગે યુવતીએ નવસારી ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં જયેશ ભગત સામે ફરિયાદ કરતાં પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ યુવતીનું મેડિકલ અને જયેશ બાપુની મેડિકલ તપાસ કરી વધુ તપાસ કરી રહી છે.
નવસારીઃ 'તારે સારું થવું હોય અને દુ:ખ દૂર કરવું હોય તો તારે મારી સાથે શારીરિક સંબંધ બાંધવા પડશે'
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Nov 2020 10:35 PM (IST)
છ વર્ષ પહેલાં જયેશ બાપુના પિતા ચીમન બાપુને રામલામોરા ગામના લોકો ગુરુ તરીકે માનતા હતા. તેમના નિધન પછી 6 વર્ષથી તેમનો પુત્ર જયેશ પોતાને જયેશ બાપુ કહેવડાવતો હતો. તેમજ ધર્મના નામે લોકોનાં દુઃખ દૂર કરવા દર ગુરુવાર અને રવિવારે સભા ભરતો હતો.
(પ્રતીકાત્મક તસવીર)
- - - - - - - - - Advertisement - - - - - - - - -