Crime News: છત્તીસગઢ-ઓડિશા બોર્ડર પર નૌપાડામાં CRPF રોડ ઓપનિંગ પાર્ટી પર નક્સલી હુમલો કરવામાં આવ્યો છે, જેમાં 3 જવાન શહીદ થયા છે. આ હુમલો CRPF 19 બટાલિયનની ROP પાર્ટી પર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 3 જવાન શહીદ થયા છે અને અનેક જવાન ઘાયલ થયા છે.


મળતી માહિતી મુજબ, મંગળવારે બપોરે લગભગ 2.30 વાગે સીઆરપીએફની ટીમ ઓરિસ્સાના નૌપાડા જિલ્લામાં રોડ નિર્માણનું કામ કરી રહેલા લોકોને સુરક્ષા આપવા માટે નીકળી હતી. પરંતુ સંતાઈને બેઠેલા નક્સલવાદીઓએ અચાનક સીઆરપીએફની ટીમ પર હુમલો કર્યો હતો.


Crime News: યુવતીને ઈન્ટરવ્યુના બહાને બોલાવી મળવા, બાદમાં નશીલો પદાર્થ ખવડાવીને....
Crime News: ફરીદાબાદમાં એક યુવતીને નશીલી દવા પીવડાવીને બળાત્કારનો મામલો સામે આવ્યો છે. યુવકે પાણીમાં નશીલો પદાર્થ નાંખ્યા બાદ તે યુવતીને પીવડાવ્યુ હતું. યુવતી બેભાન થતાં તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. આરોપી પિયુષે યુવતીને ઈન્ટરવ્યુના બહાને હોટલમાં બોલાવી હતી. પીડિતાની ફરિયાદના આધારે NIT મહિલા પોલીસ સ્ટેશને કેસ નોંધ્યો છે. પોલીસ આરોપીને શોધી રહી છે.


શું છે મામલો


 પોલીસને આપેલી ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું કે તેણે સેક્ટર-15માં રહેતા પિયૂષ પાસે નોકરી માટે અરજી કરી હતી. 16 જૂને પિયુષે સેક્ટર-21સી સ્થિત પાર્ક પ્લાઝા હોટલમાં ઈન્ટરવ્યુ માટે બોલાવી હતી. આરોપી તેને એક રૂમમાં લઈ ગયો. ઇન્ટરવ્યુ માટે રૂમ બુક કરવામાં આવ્યો હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. આરોપીએ ઇન્ટરવ્યુ લીધો હતો.


આ દરમિયાન આરોપીએ તેને પીવા માટે પાણી આપ્યું, પાણી પીધા બાદ થોડીવારમાં તે બેહોશ થઈ ગઈ. પીડિતાનો આરોપ છે કે જ્યારે તે બેભાન હતી ત્યારે આરોપીએ તેના પર બળાત્કાર કર્યો. જ્યારે તે ભાનમાં આવી ત્યારે વિરોધ કર્યો તો આરોપીઓએ તેને પણ માર માર્યો. પીડિતાએ માતાને ઘટનાથી વાકેફ કર્યા બાદ ફરિયાદ નોંધવામાં આવી હતી.


ભારતમાં કોરોનાના કેસમાં થયો મોટો ઘટાડો, જાણો આજે કેટલા નોંધાયા કેસ


  ભારતમાં કોરોના કેસમાં મોટ ઘટાડો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમા 10 હજારથી ઓછા કેસ નોંધાયા છે. આ પહેલા સતત પાંચ દિવસે 12 હજારથી વધારે કેસ નોંધાયા હતા.. છેલ્લા 24  કલાકમાં 9,923 નવા કેસ અને 17 સંક્રમિતોના મોત થયા છે. એક્ટિવ કેસનો આંકડો 79 હજારને પાર થયો છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.55 ટકા છે. 


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 79,313 થઈ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,24,890 પર પહોંચ્યો છે. દેશમાં 4,27,15,193 લોકો કોરોના સામેજંગ જીત્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 196,32,43,003 રસીના ડોઝ આપવામાં આવ્યા છે.જેમાંથી ગઈકાલે 13,00,024 ડોઝ આપવામાં આવ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરી, 2021થી રસીકરણશરૂ થયું હતું.