Russian Journalist Help Ukrainian Children: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ યથાવત છે. યુક્રેનમાં ભારે તબાહી વચ્ચે મોટી સંખ્યામાં લોકોનું પલાયન થયું છે. યુક્રેનમાં યુદ્ધથી બાળકો ઘણા પ્રભાવિત થયા છે. આ સ્થિતિમાં રશિયાના પત્રકારે (Russian Journalist) યુક્રેનમાં બાળકોની મદદ માટે પોતાનું નોબેલ પ્રાઈઝની હરાજી કરી દીધી છે. રશિયાના પત્રકાર દમિત્રિ મુરાતોવેને (Dmitry Muratov) શાંતિ ક્ષેત્રનું નોબેલ પ્રાઈઝ મળ્યું હતું. આ નોબેલ પ્રાઈઝની (Nobel Peace Prize) દમિત્રિએ હરાજી કરી છે. 


રમક UNICEFને ટ્રાન્સફર કરશેઃ
રશિયાના પત્રકાર દમિત્રિ મુરાતોવને નોબેલ પુરસ્કારની હરાજીની જે રકમ મળશે તે રકમને યુક્રેન યુદ્ધમાં વિસ્થાપિત થયેલા બાળકોની મદદ માટે દાન કરશે. તેઓ આ રુપિયા બાળકો માટે કામ કરતી વિશ્વની મોટી સંસ્થા યૂનીસેફને ટ્રાન્સફર કરશે જેથી કરીને બાળકોને મદદ કરી શકાય. બાળકો માટે નોબેલ પારિતોષિકની હરાજી કરવાના આ પગલાની વિશ્વભરમાં પ્રસંશા થઈ રહી છે.


રશિયાના પત્રકારે નોબેલ પદક કેમ નીલામ કર્યું?
રશિયા અને યુક્રેનમાં થઈ રહેલા યુદ્ધ વચ્ચે રશિયાના પત્રકાર અને સ્વતંત્ર સમાચાર પત્ર નોવાયા ગજેટાના મુખ્ય સંપાદક રહેલા દમિત્રિ મુરાતોવે સોમવારે યુક્રેન યુદ્ધમમાં વિસ્થાપિત થયેલા બાળકોને મદદ કરવા માટે પોતાના નોબેલ શાંતિ પુરસ્કારના સુવર્ણ પદકની 103.5 મિલિયન ડોલરમાં હરાજી કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન વરિષ્ઠ પત્રકાર દમિત્રિએ કહ્યું કે, તેઓ એ બાળકો માટે ચિંતિત છે જેઓ યુક્રેનમાં જંગ દરમિયાન અનાથ થઈ ગયા છે. તેમણે કહ્યું કે, "આમે બાળકોનું ભવિષ્ય તેમને પરત આપવા માંગીએ છીએ."


દમિત્રિ મુરાતોવે ક્યારે જીત્યો હતો નોબેલ પારિતોષિકઃ
રશિયાના પત્રકાર દમિત્રિ મુરાતોવે વર્ષ 2021માં ફિલીપીન્સના પત્રકાર મારિયા રસા સાથે શાંતિનો નોબેલ પારિતોષિક (Nobel Peace Prize) જીત્યો હતો. સમિતિએ તેમને અભિવ્યક્તિની સ્વતંત્રતાની રક્ષા માટે તેમના પ્રયાસો માટે સમ્માનિત કર્યા હતા. તેઓ એ પત્રકારોના ગ્રુપમાં હતા જેમણે સોવિયત સંઘના પતન બાદ 1993માં નોવાયા ગજેટાની સ્થાપના કરી હતી. એ વર્ષે દેશની અંદર અને બહાર રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમની રણનીતિની આલોચના કરનાર એકમાત્ર પ્રમુખ છાપું (વર્તમાનપત્ર) બની ગયું હતું. ત્યારબાદ રશિયાએ આ વર્તમાનપત્રના સંચાલન ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.