Nikki Yadav Murder Case: દિલ્હીના બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશનના મિત્રાઉ ગામમાં નિક્કી યાદવ નામની યુવતીની હત્યામાં સનસનીખેજ ખુલાસો થયો છે. હત્યામાં સાહિલ ગેહલોત નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.






પોલીસનો દાવો છે કે સાહિલ અને યુવતી વચ્ચે ગાઢ મિત્રતા હતી. સાહિલના લગ્ન 10 ફેબ્રુઆરીએ હોવાની જાણકારી યુવતીને થતા તેણે આ લગ્નનો વિરોધ કર્યો, કારણ કે તે સાહિલ સાથે લગ્ન કરવા માંગતી હતી, પરંતુ સાહિલના પરિવારના સભ્યો આ માટે તૈયાર નહોતા. સાહિલ પણ તેના પરિવારના સભ્યો વિરુદ્ધ જવા માંગતો ન હતો. 8 કે 9 ફેબ્રુઆરીના રોજ તેણે યુવતીને કાશ્મીરી ગેટ વિસ્તારમાં મળવા બોલાવી હતી. પોલીસનો દાવો છે કે દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને આમાં સાહિલે યુવતીનું ગળું દબાવીને હત્યા કરી હતી. હત્યા કર્યા પછી તે છોકરીની લાશને કારમાં લઈ ગયો અને મિત્રાઉ ગામમાં તેના ઢાબા પર ગયો અને તેણીની લાશને અહીં ફ્રિજમાં છૂપાવી દીધી હતી.


ચોંકાવનારી વાત એ છે કે આ હત્યા કર્યા બાદ સાહિલે 10 ફેબ્રુઆરીએ લગ્ન કરી લીધા હતા અને તેણે કોઈને જાણ ન થવા દીધી કે તેણે યુવતીની હત્યા કરી છે. પોલીસનું કહેવું છે કે મૂળ હરિયાણાની યુવતી દિલ્હીમાં અભ્યાસ કરતી હતી. તેમનો પરિવાર હરિયાણામાં જ રહે છે. યુવતીનો તેના સંબંધીઓ દ્વારા સંપર્ક ન થતાં તેઓએ તેની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સાહિલ વિરુદ્ધ પુરાવા મળ્યા હતા. જ્યારે સાહિલની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે સ્વીકાર્યું કે તેણે જ યુવતીની હત્યા કરી છે.


આ પછી મંગળવારે (14 ફેબ્રુઆરી) સવારે 11 થી 11:30 વાગ્યાની વચ્ચે સાહિલના ઢાબામાં ફ્રીજની અંદરથી લાશ મળી આવી હતી. પોલીસનું કહેવું છે કે સાહિલની ધરપકડ કરવામાં આવી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાવ તુલારામ મેમોરિયલ હોસ્પિટલમાં સુરક્ષિત રાખવામાં આવ્યો છે. પોલીસ હવે એ જાણવાની કોશિશ કરી રહી છે કે સાહિલે યુવતીની હત્યા કર્યા બાદ તેની લાશને 4-5 દિવસ સુધી ફ્રિજમાં કેમ છુપાવી હતી? શું સાહિલ આ છોકરીના મૃતદેહને શ્રદ્ધા વોકરની જેમ ટુકડા કરીને તેનો નિકાલ કરવાની યોજના ઘડી રહ્યો હતો? દિલ્હી પોલીસ પાસે આ તમામ પ્રશ્નોની લાંબી યાદી છે અને આ અંગે સાહિલની પૂછપરછ કરવામાં આવી રહી છે.


પોલીસનું કહેવું છે કે આરોપી સાહિલ પણ મૃતક નિક્કી યાદવ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં હતો. પૂછપરછ દરમિયાન સાહિલે ખુલાસો કર્યો છે કે તે વર્ષ 2018માં એસએસસીની તૈયારી કરી રહ્યો હતો. આ માટે તે ઉત્તમ નગરમાં કોચિંગ માટે જતો હતો.


નિક્કી યાદવ હરિયાણાના ઝજ્જરની રહેવાસી છે અને તે મેડિકલની તૈયારી માટે ઉત્તમ નગર જતી હતી. આ દરમિયાન બંને એક જ બસમાં મુસાફરી કરતા હતા અને બંને વચ્ચે મિત્રતા થઈ હતી. આ પછી સાહિલે ગલગોટિયાસ યુનિવર્સિટી, ગ્રેટર નોઈડામાં ડી ફાર્મા કોર્સમાં પ્રવેશ મેળવ્યો. આ જ યુનિવર્સિટીમાં નિક્કીએ પણ અંગ્રેજી ઓનર્સમાં એડમિશન લીધું હતું. બંને ગ્રેટર નોઈડામાં સાથે રહેવા લાગ્યા અને આ દરમિયાન તેઓ ઋષિકેશ જેવા સ્થળોએ પણ ગયા. લોકડાઉન દરમિયાન બંને પોતપોતાના ઘરે પરત ફર્યા હતા.


લોકડાઉન ખુલ્યા બાદ બંનેએ ફરીથી ઉત્તમ નગર વિસ્તારમાં ભાડેથી રહેવાનું શરૂ કર્યું. ડિસેમ્બર 2022 માં સાહિલના પરિવારે તેના સંબંધ અન્ય છોકરી સાથે નક્કી કર્યા. સાહિલ તે છોકરી સાથે લગ્ન કરવા માંગતો ન હતો, પરંતુ તેના પરિવારના દબાણ હેઠળ તે લગ્ન કરવા માટે રાજી થયો, પરંતુ તેણે નિક્કીથી આ વાત છુપાવી. કોઈક રીતે યાદવને આ વાતનો સંકેત મળ્યો ત્યારબાદ 9 ફેબ્રુઆરીએ સાહિલે નિક્કીને મળવા બોલાવ્યો. જ્યારે નિક્કીએ લગ્ન માટે દબાણ કર્યું ત્યારે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી અને સાહિલે તેની કારમાં રાખેલા ડેટા કેબલ વડે નિકીની ગળું દબાવી હત્યા કરી હતી. આ પછી, તેની ડેડ બોડીને ફ્રીજમાં મુકી દીધી હતી.


એસીપી રાજકુમારની ટીમને માહિતી મળી હતી કે મિત્રાઉ ગામના રહેવાસી સાહિલ ગેહલોતે એક છોકરીની હત્યા કરી છે. આ માહિતીના આધારે અમારી ટીમે કામ શરૂ કર્યું અને સાહિલની પૂછપરછના આધારે આજે સાહિલના ઢાબા પરના ફ્રીજની અંદરથી નિક્કીની લાશ મળી આવી છે. સાહિલ અને નિક્કી યાદવ બંને એકબીજાને 2018થી ઓળખે છે. બંનેએ કોચિંગ સેન્ટરમાં સાથે કોચિંગ કર્યું હતું. આ પછી બંને છેલ્લા કેટલાક સમયથી લિવ-ઈન રિલેશનશિપમાં રહ્યા હતા. બંને વચ્ચે ગાઢ સંબંધો હતા. સાહિલના પરિવારે તેના લગ્ન કોઈ અન્ય સાથે નક્કી કર્યા હતા.તેની સગાઈ 9 ફેબ્રુઆરીએ થવાની હતી.


9મીએ રાત્રે સાહિલ નિક્કીને મળ્યો હતો. બંને કારમાં હતા. નિક્કીએ તેના પર લગ્ન કરવાનું દબાણ કર્યું. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો અને સાહિલે ડેટા કેબલ વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. સાહિલ તેની ડેડ બોડીને કો-પેસેન્જર સીટ પર રાખીને તેના ઢાબા પર લાવ્યો હતો. અહીં તેણે મૃતદેહને ફ્રીજમાં સંતાડી દીધો હતો.