પાલનપુરઃ અમદાવાદ-પાલનપુર હાઈવે પર આવેલા ગઠામણ ગામના પાટીયા પાસેના મકાનમાં પોલીસે રેડ કરીને કૂટણખાનું ઝડપી પાડ્યું છે. રેડમાં પોલીસે એક ગ્રાહક અને યુવતીને રંગહાથે ઝડપી પાડી હતી. પોલીસે ડમી ગ્રાહક મોકલીને રેડ કરી હતી. જેમાં આ બંને રંગેહાથે ઝડપાઇ ગયા હતા.

આ અંગેની વિગતો એવી છે કે, ગઠાણ પાટીયા પાસેના મકાનમાં કૂટણખાનુ ચાલતું હોવાની પાલનપુર પૂર્વ પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ડમી ગ્રાહકનો મોકલીને રેડ કરી હતી. રેડમાં મૂળ થરાદના વાડિયા ગામની મોહિન મંગળભાઈ સિંધલ(સરાણીયા) નામની યુવતી બહારથી યુવતીઓ લાવીને દેહવ્યાપાર કરાવતી હતી. તે ગ્રાહકો પાસેથી 500 રૂપિયા લઈને દેહવ્યાપાર કરાવતી હતી.

પોલીસે રેડ કરીને ગ્રાહક, કૂટણખાનું ચલાવતીને ઝડપી પાડી હતી. આ સાથે મોબાઇલ મળી કુલ 6 હજારનો મુદ્દામાલ કબ્જે કરાયો છે.