વેરાવળઃ 'મારા દર્દની વાત કરતાં ડોક્ટર સાથળ, છાતી અને ગુપ્ત ભાગે હાથ ફેરવવા લાગ્યા'
વેરાવળઃ સિવિલ હોસ્પિટલમાં તપાસ દરમિયાન ડોક્ટરે ગર્ભવતી મહિલા સાથે છેડતી કરી હોવાની ફરિયાદ કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. તપાસના બહાને છેડછાડ કરવા લાગતાં ગભરાયેલી મહિલા બહાર દોડી આવી હતી અને બૂમાબૂમ કરી મૂકી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતાં સમગ્ર ઘટના સામે આવી છે.
આ પછી પીડિતા ઘરે આવી ગઈ હતી અને પરિવારજનો સાથે વાત કર્યા પછી ડોક્ટર કુબાવત સામે શારીરિક છેડતી અને બીભત્સ માંગણી કર્યાની ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મહિલાએ બહાર આવી બૂમાબૂમ કરતાં લોકો ભેગા થઈ ગયા હતા અને પૂછપરછ કરતાં તેમણે સમગ્ર હકિકત જણાવી હતી. પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આ સમયે ડો. કુબાવત પણ ત્યાં આવી ગયા હતા અને મારી પહોંચ ઉપર સુધી છે. મારું કોઇ કાંઇ બગાડી લેવાનું નથી તેમ જણાવ્યું હતું. એટલું જ નહીં, ફરિયાદ કરે તો જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી.
ડો.કુબાવતે મહિલાને તેની તકલીફ પૂછતાં પૂછતાં જ તેના સાથળ, છાતી અને ગુપ્ત ભાગે હાથ ફેરવવા લાગ્યા હતા. તેમજ કેટલા સંતાનો છે, તેવું પૂછી વધુ ચેનચાળા કરવા લાગતાં અને બીભત્સ માંગણી કરતાં મહિલા ગભરાઇને બારણું ખોલીને ચેમ્બરની બહાર નીકળી ગયા હતા.
વેરાવળમાં પોતાના પરિવાર સાથે રહેતી 28 વર્ષીય મહિલા ગર્ભવતી હોઇ ગત પહેલી ઓગસ્ટના રોજ વેરાવળ સિવિલ હોસ્પિટલમાં તપાસ માટે ગયા હતા. આ સમયે તેની સાથે કાકીજી સાસુ પણ હતા. સાથે આવેલા બહેનને ડો. કુબાવતે ચેમ્બર બહાર બેસાડી મહિલાની તપાસ શરૂ કરી હતી.