અમદાવાદની કઇ 13 શાળાઓએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત ના કરી, શું હતો સુપ્રીમ કોર્ટનો આદેશ, જાણો વિગતે
10 પૈકી 3 જિલ્લામાં એક પણ દરખાસ્ત કે એફીડેવીટ બાકી ન હતી. જ્યારે બાકીના જિલ્લામાં 171 એફિડેવીટ કે દરખાસ્ત બાકી હોઈ તે જમા કરાવવામાં આવી હતી. જેમાં કુલ 48 એફિડેવીટ અને 83 દરખાસ્ત કચેરીઓમાં મળી હતી. આમ, 171 પૈકી 131 એફીડેવીટ અને દરખાસ્ત મળી હતી અને 40 બાકી હતી. જોકે, આ કાર્યવાહી મોડી રાત સુધી ચાલનાર હોઈ તમામ સ્કૂલોની દરખાસ્ત કે એફીડેવીટ મળી જશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.
31 જુલાઈના રોજ ફી કમિટી સમક્ષ દરખાસ્ત કરવાની મુદ્દત પૂર્ણ થતી હોઈ છેલ્લા દિવસે સ્કૂલોનો ધસારો કચેરીઓમાં જોવા મળ્યો હતો. અમદાવાદ ઝોનમાં 10 જિલ્લાઓનો સમાવેશ થાય છે અને તેમાં 171 સ્કૂલોની એફીડેવીટ અથવા દરખાસ્ત બાકી હતી. જેથી છેલ્લા દિવસે જિલ્લાઓની કચેરીઓમાં દરખાસ્ત અને એફીડેવીટ માટે સ્કૂલો દોડી આવી હતી.
માહિતી અનુસાર, રાજ્યની 1800 જેટલી સ્કૂલોએ ફી કમિટી સમક્ષ દરખાસ્ત અથવા એફીડેવીટ કરી ન હોય સરકારે સુપ્રિમ કોર્ટમાં આ મુદ્દે રજુ કર્યો હતો. જેના પગલે સુપ્રિમ કોર્ટ દ્વારા સ્કૂલોને બે સપ્તાહમાં ફી કમિટી સમક્ષ દરખાસ્ત અથવા એફિડેવીટ રજૂ કરવા માટે આદેશ કર્યો હતો.
અમદાવાદ જિલ્લાની 106 સ્કૂલો પૈકી 72 સ્કૂલોએ કચેરીઓમાં દરખાસ્ત રજૂ કરી છે. જેમાં 10 જેટલી સ્કૂલો એવી છે કે જેમણે ફી કમિટી સમક્ષ રૂ.70 હજારથી લઈને રૂ.એક લાખ કરતા પણ વધુની ફી માંગી છે. શહેરની પ્રતિષ્ઠીત ગણાતી સ્કૂલો કે જેઓ ફી મુદ્દે સુપ્રિમ કોર્ટ સુધી ગઈ હતી તે સ્કૂલોએ પણ ફી કમિટી સમક્ષ ઉંચી ફી માંગી હોવાનું જાણવા મળે છે.
અમદાવાદઃ સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર સ્કૂલોની દરખાસ્ત અને એફિડેવિટને 31 જુલાઇ સુધી કરી દેવાની હતી. કુલ 171 સ્કૂલોમાથી 131 સ્કૂલોએ આ કામ પૂર્ણ કરી દીધુ હતું, ત્યારબાદ 40 સ્કૂલો માટે તમામ કચેરીઓને સત્વરે કામ કરીને પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યુ હતું હવે અમદાવાદ ઝોનમાં કુલ 160 સ્કૂલોમાંથી 45 એફિડેવિટ અને 91 દરખાસ્તો આવી ચૂકી છે જ્યારે 13 સ્કૂલોની દરખાસ્તો આવી નથી. જેનું લિસ્ટ અહીં બતાવવામાં આવ્યુ છે.