Mohali MMS: ચંડીગઢ યુનિવર્સિટીમાં MMS કાંડ પર હોબાળો, બાથરૂમમાંથી વિદ્યાર્થીનીઓનો વીડિયો બનાવી કર્યા વાયરલ, FIR દાખલ

મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં રાત્રે બે વાગ્યે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો

Continues below advertisement

Students MMS: મોહાલીની એક ખાનગી યુનિવર્સિટીમાં રાત્રે બે વાગ્યે વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો. વાસ્તવમાં યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી એક છોકરી પર આરોપ છે કે તેણે હોસ્ટેલની 5 થી 6 વિદ્યાર્થીનીઓનો સ્નાન કરતો વીડિયો બનાવ્યો હતો અને તેને એક યુવકને મોકલી દીધો હતો. આ બાબતે વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કેમ્પસમાં હોબાળો મચાવ્યો હતો. આ પછી એમએમએસ બનાવનાર યુવતીને પોલીસને હવાલે કરવામાં આવી છે.

Continues below advertisement

પોલીસે આ યુવતી વિરુદ્ધ FIR પણ નોંધી છે. આ યુવતી લાંબા સમય સુધી યુવતીઓના નહાતી હોવાનો વીડિયો બનાવી રહી હતી અને તેને તે યુવકને મોકલતી હતી જેને તે જાણતી હતી. આ યુવકે આ વીડિયો ઈન્ટરનેટ પર મૂક્યો હતો જે વાયરલ થયો હતો. જ્યારે યુવતીઓએ ઈન્ટરનેટ પર તેનો વીડિયો જોઇ દંગ રહી ગઇ હતી.

યુનિવર્સિટી મેનેજમેન્ટ પર ઘટના દબાવવાનો આરોપ

સાથે જ યુનિવર્સિટી મેનેજમેન્ટ પર પણ આ મામલાને દબાવી દેવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓએ આ અંગે મેનેજમેન્ટને ફરિયાદ કરી હતી પરંતુ મેનેજમેન્ટે આ બાબતે કોઈ કાર્યવાહી કરી ન હતી. જેના કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ ગઈકાલે રાત્રે યુનિવર્સિટીનો ઘેરાવ કર્યો હતો અને સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી અને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી.

પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કર્યો હતો

હોબાળો વધતા સિક્યોરિટી ગાર્ડે મુખ્ય દરવાજો બંધ કરી દીધો અને પોલીસ ફોર્સને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ પોલીસની પીસીઆર વાન પલટી નાખી હતી અને પોલીસે વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ કરવો પડ્યો હતો. હાલ પોલીસે આરોપી યુવતીની ધરપકડ કરી છે. આ મામલે પોલીસનું કહેવું છે કે જે છોકરાને વીડિયો મોકલવામાં આવ્યો છે તેની પણ ધરપકડ કરવામાં આવશે.

Continues below advertisement
Sponsored Links by Taboola