(વિપિન ચંદ્ર સોલંકી, ઉદયપુર)


Crime News: ઉદયપુરના પ્રતાપગઢ જિલ્લાના હથુનિયામાં એક પૌત્રએ પોતાની જ સગી દાદીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પોલીસે આરોપી પુત્ર લાલારામની ધરપકડ કરીને પૂછપરછ કરતાં ચોંકાવનારી માહિતી સામે આવી. આરોપી પુત્રએ હત્યાનું જે કારણ કહ્યું તે સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ. પૂછપરછ દરમિયાન આરોપીએ જણાવ્યું કે પત્નીને સાસરીમાં ફરીવાર મોકલવા માટે સાસુએ ઘરેણા માંગ્યા તો દાદી પાસે ગયો. દાદીએ ઘરેણા આપવાની ના પાડી અને બૂમબરાડા પાડવા લાગી. જેથી તેણે તેને મારી નાંખી. ઘટના 9 ફેબ્રુઆરીની છે.


 મામલાને લઈ ડીસીપી ઋષિકેશ મીણાએ જણાવ્યું, 80 વર્ષીય ભગવતી બાઈ મીણાની હત્યાના આરોપમાં પૌત્ર લાલારામની ધરપકડ કરવામાં આવી છે. બ્લાઈંડ મર્ડરનો કેસ ઉકેલવા પોલીસ અધિક્ષક ડો.અમૃતા દુહાનના નિર્દેશનમાં પોલીસની ટીમ બનાવવામાં આવી. ટીમે ઘટનાસ્થળ પર પહોંચીને આસપાસના લોકો અને ગામના શંકાસ્પદ લોકોની માહિતી મેળવી. આ દરમિયાન મૃતક ભગવતી મીણાનો મજૂરી કરતો પૌત્ર લાલારામ ઘટના બાદથી ગુમ હોવાનું સામે આવ્યું. જે બાદ પોલીસે લાલારામની અટકાયત કરી તેની પૂછપરછ કરતાં સચ્ચાઈ સામે આવી હતી.


મૃતકના પૌત્ર લાલારામે જણાવ્યું કે, દાદી પૈસા આપતી નહોતી અને ફોઇના છોકરાને સારી રીતે રાખતી હતી. રૂપિયા અને ઘરેણાની જરૂર હોવાના કારણે તે 9 ફેબ્રુઆરીની રાતે આશરે એક વાગે દાદી પાસે ઘરેણા માંગવા ગયો. દાદીએ ના પાડતાં તેના ગળામાંથી ચાંદીની ચેઇન છીનવવાનો પ્રયાસ કર્યો તો દાદી બુમો પાડવા લાગી, જે બાદ તેણે દાદીને પછાડી દીધી અને મોં માં વેલણ નાંખીને પે પડેલા પથ્થરથી બે-ત્રણ ઘા કર્યા. જેના કારણે તે બેભાન થઈ ગઈ અને તેના પગમાં પહેલા ચાંદીના છડા, ગળામાં પહેરેલી ચાંદીની ચેઇન નીકળી એટલી વારમાં મોત થઈ ગયું. જે બાદ આગળનો દરવાજો અંદરથી બંધ કરીને પાછળના દરવાજાને બહારથી સાંકળ મારીને જતો રહ્યો.