IND vs WI: વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 સિરીઝ પહેલા ભારતના કેપ્ટન રોહિત શર્માએ મીડિયા સાથે વાત કરી હતી. રોહિતે મેગા ઓક્શન પર પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, તેણે પોતાના ખેલાડીઓને આગામી 2 મહિના સુધી માત્ર ભારતીય ટીમની જર્સી વિશે જ વિચારવાનું કહ્યું છે. યુવા ખેલાડીઓ અંગે રોહિતે કહ્યું કે, અમે યુવા ખેલાડીઓ સાથે પ્રયોગ કરવાનું ચાલુ રાખી શકીએ નહીં. અમારે તેમને પણ કેટલીક ખાતરી આપવાની જરૂર છે. રોહિતે કહ્યું કે હવે સમય આવી ગયો છે કે આપણે વર્લ્ડ કપની રણનીતિ પર કામ કરીએ. "હવે વિશ્વ કપ માટે ખેલાડીઓની ઓળખ કરવાની જરૂર છે, આગળ એક ભરચક શેડ્યૂલ છે અને ઇજાઓ થવાની જ છે. તે લોકોને રમવા માટે પૂરતો સમય આપવાની જરૂર છે.


વિરાટ કોહલીને લઈ શું કહ્યું રોહિત શર્માએ


રોહિત શર્માએ વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું, 'મને લાગે છે કે તે તમારા લોકો (મીડિયા)ને કારણે શરૂ થયું છે. જો તમે લોકો થોડીવાર માટે શાંત થાવ તો વિરાટ કોહલી ઠીક થઈ જશે અને દરેક વસ્તુનું ધ્યાન રાખવામાં આવશે. તે સારી માનસિકતામાં છે અને એક દાયકાથી વધુ સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છે. જ્યારે કોઈ વ્યક્તિ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલો સમય પસાર કરે છે, ત્યારે તે જાણે છે કે દબાણની પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી. મને લાગે છે કે આ બધું તમારાથી શરૂ થયું છે. થોડો સમય શાંત રહેશો તો બધું સારું થઈ જશે.


કુલદીપ-ચહલની જોડી વિશે રોહિતે શું કહ્યું?


ચહલ પહેલેથી જ લયમાં છે. કુલદીપને થોડો સમય લાગશે કારણ કે તે કેટલાક સમયથી ઈજાગ્રસ્ત હતો. રિસ્ટ સ્પિનરોને લયમાં આવવામાં સમય લાગે છે, તેથી અમારે રાહ જોવી પડશે. હું જોઈ શકું છું કે તે નેટ્સ પર ખૂબ જ મહેનત કરી રહ્યો છે.


T20 વર્લ્ડ કપની તૈયારીઓ પર રોહિતે શું કહ્યું?


દરેક માટે દરવાજા ખુલ્લા છે, અમે ઝડપી નિર્ણયો લેતા નથી, અમે યોગ્ય સંયોજન સાથે જવા માંગીએ છીએ કારણ કે તમને ઓસ્ટ્રેલિયામાં વિવિધ પરિસ્થિતિઓ જોવા મળશે. તમારે ત્યાં વિવિધ કુશળતાની જરૂર પડશે, અમે તે મુજબ તૈયારી કરવા માંગીએ છીએ અને અમે તમામ બાબતોને આવરી લેવા માંગીએ છીએ."


T20 સિરીઝ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, સૂર્ય કુમાર યાદવ, ઋષભ પંત, વેંકટેશ ઐયર, દીપક ચહર, શાર્દુલ ઠાકુર, રવિ બિશ્નોઈ, યુઝવેન્દ્ર ચહલ, મોહમ્મદ સિરાજ, ભુવને કુમાર, અવેશ ખાન, હર્ષલ પટેલ, રૂતુરાજ ગાયકવાડ, દીપક હુડા