Dausa News: રાજસ્થાનના દૌસા જિલ્લામાં કોંગ્રેસના ધારાસભ્ય જોહરી લાલ મીણાના પુત્ર અને અન્ય ચાર સામે શનિવારે 16 વર્ષની છોકરી પર બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો હતો. ઈન્ડિયા ટુડે સાથે એક્સક્લુઝિવ રીતે વાત કરતા છોકરીએ કહ્યું, “હું ઈચ્છું છું કે ગુનેગારોને ફાંસી આપવામાં આવે. જો તેઓએ મારી સાથે આવું કર્યું હોય, તો તેઓ અન્ય લોકો સાથે પણ કરી શકે છે."


ઘટનાનું વર્ણન કરતાં તેણીએ કહ્યું, “હું ફેસબુક દ્વારા  આરોપી વિવેકના પરિચયમાં આવી હતી. તે મારી સાથે સ્કૂલમાં ભણતી એક છોકરીનો ભાઈ છે. તેણે મારો પરિચય દીપક મીણા [કોંગ્રેસ ધારાસભ્ય જોહરી લાલ મીણાના પુત્ર] સાથે કરાવ્યો. આરોપી મને એક હોટલમાં લઈ ગયો જ્યાં તેણે દુષ્કર્મ કર્યું. આરોપીઓએ હોટલમાં મારો વીડિયો બનાવ્યો અને પછી મને બ્લેકમેલ કરી.


યુવતીના પરિવારે લગાવ્યો આવો આરોપ


યુવતીના પરિવારનો એવો પણ આરોપ છે કે આરોપીઓએ વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેની પાસેથી 15 લાખ રૂપિયા રોકડા અને ઘરેણાં પડાવી લીધા હતા. આ પૈસા લગ્ન માટે અલગ રાખવામાં આવ્યા હતા. પરિવારજનોએ એમ પણ કહ્યું કે, પોલીસ કેસને દબાવવાનો પ્રયાસ કરી રહી છે.


છોકરીના પિતાએ કહ્યું,  આરોપી વિવેક શર્મા પહેલાંથી તેમની દીકરીને હેરાન કરતો હતો. મામલાને લઈ અલવરના રેની પોલીસ સ્ટેશનમાં વિવેક સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી. વિવેકે તેમની દીકરી પાસેથી લગ્ન માટે જમા કરવામાં આવેલા 15 લાખ રૂપિયા અને ઘરેણાની ચોરી કરાવી હતી. ત્યારે પણ વિવેકે તેને અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી.


 NCPCRએ શું કર્યો આક્ષેપ


નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR) અને રાજ્ય મહિલા આયોગના સભ્યોએ સોમવારે દૌસામાં પીડિતાની મુલાકાત લીધી હતી. NCPCRએ આક્ષેપ કર્યો છે કે પોલીસ આ મામલાની યોગ્ય રીતે તપાસ કરી રહી નથી. અમે છોકરી સાથે વાત કરી છે. પરિવારે ફરિયાદ કરી છે કે તેમને ધમકી આપવામાં આવી રહી છે.


પોલીસે શું કહ્યું


જિલ્લા પોલીસે દાવો કર્યો છે કે તેઓ આ મામલે તપાસ કરી રહ્યા છે. દૌસાના એસપી દિનેશ શર્માએ જણાવ્યું, "યુવતીનું નિવેદન કલમ 164 હેઠળ નોંધવામાં આવ્યું છે. અમે સમગ્ર મામલાની તપાસ કરી રહ્યા છીએ. આરોપીની પૂછપરછ સહિત આ કેસમાં જે પણ જરૂરી હશે તે કરવામાં આવશે."


રેપ શરૂ થઈ રાજનીતિ


ગેંગરેપ કેસમાં નામ સામે આવ્યા બાદ રાજગઢ લક્ષ્મણગડના કોંગ્રેસ ધારાસભ્ય જૌહરીલાલ મીણાના પુત્રએ સ્પષ્ટતા કરવા સામે આવવું પડ્યું, તેણે કેસને પાયાવિહોણો ગણાવ્યો, બીજેપીએ આ મામલે પ્રિયંકા ગાંધીને નિશાન બનાવી છે. બીજેપી નેતાએ કહ્યું, જ્યારે અન્ય રાજ્યમાં સગીરા પર રેપના મામલા સામે આવે છે ત્યારે પ્રિયંકા પીડિતાને મળવા ઘરે જાય છે, પરંતુ રાજસ્થાનમાં હજુ સુધી તે દેખાયા નથી.