અમદાવાદઃ ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથસિંહે સોમવારે ગાંધીનગરમાં પોલીસ સાથે થયેલા ઘર્ષણ અંગે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. વિશ્વનાથસિંહે ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા અને કહ્યું કે, યુવા સ્વાભિમાન સંમેલન યોજવાના હતા તે અહિંસક હતું. પોલીસે અમારો કાર્યક્રમ નિષ્ફળ બનાવવા પ્રયાસ કર્યો, કાર્યકરોને ડીટેન કર્યા. યુવાનોનું સરકાર સામેનું આંદોલન શરૂ રહેશે.



આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં કોંગ્રેસના કાર્યકરો પરીક્ષા કેન્દ્ર પર રહેશે. સ્થાનિક લોકોને રોજગારી માટે પણ અને આગામી સમયમાં લડત ચલાવીશું. કંપનીઓ સ્થાનિક લોકોને નોકરી નથી આપતી તેની સામે આંદોલન કરીશું. આઉટસોર્સિંગ બંધ કરાવવા યુથ કોંગ્રેસ આંદોલન કરીશું. આઉટસોર્સિંગમાં ભાજપના મંત્રીઓ રૂપિયા ખાય જાય છે. શિક્ષકોની જેમ પોલીસને તેની ફરજ સિવાયની આપતી કામગીરી અંગે આંદોલન કરીશું. રોજગારીમાં મહીલાઓની સરખી ભાગીદારી અંગે આંદોલન કરીશું.


'22માં અમારી સરકાર બની તો આ 1 લાખ પોલીસને ગ્રેડ પેનો લાભ આપીશું' જીગ્નેશે કોંગ્રેસ તરફથી આપ્યું વચન


અમદાવાદઃ ગુજરાતમાં પોલીસને ગ્રેડ પે મુદ્દે આંદોલન કરી રહેલા નીલમ મકવાણાને સિવિલ હોસ્પિટલ ખાતે મળવા માટે હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પહોંચ્યા હતા. જોકે, તેમને મળવાની મંજૂરી મળી નહોતી. આથી તેમણે નીલમના ભાઈ સાથે મુલાકાત કરી હતી. પોલીસકર્મીના ગ્રેડ પે આંદોલન મુદ્દે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં નીલમબેન મકવાણા ઉપવાસ પર ઉતર્યા છે, તેમને મળવા હાર્દિક પટેલ અને જીગ્નેશ મેવાણી પહોચ્યા હતા. 


નીલમ મકવાણાને હિંમત આપવા માટે પહોચ્યા. મળવાની પરવાનગી નહોતી મળી તેથી તેના ભાઈને મળ્યા. ન્યાયના રસ્તે સંઘર્ષ હોય છે. આખા પોલીસ વિભાગને સમર્થન કરતી નિલમ મકવાણાને સમર્થન કરવા આવ્યા છીએ. જો રિપોર્ટ તૈયાર હોય તો નિરાકરણ લાવો, તેમ હાર્દિક પટેલે કહ્યું હતું. નીલમ મકવાણાને મળવા પહોંચેલા જીગ્નેશ મેવાણી કોંગ્રેસ વતી પોલીસને વચન આપ્યું હતું કે, '22માં અમારી સરકાર બની તો આ 1 લાખ પોલીસને ગ્રેડ પેનો લાભ આપીશું'.