Rajasthan Crime News: રાજસ્થાનના ભરતપુરમાં આડાસંબંધનો મામલો સામે આવ્યો છે. અહીંયા મોટાભાઈએ તેના જ સગા નાનાભાઈને મોતને ઘાટ ઉતાર્યો હતો. યુવકને જ્યારે ખબર પડી કે તેની પત્નીના તેના જ સગા નાનાભાઈ સાથે આડાસંબંધ છે ત્યારે તેણે મિત્ર સાથે મળીને કાવતરું રચ્યું હતું.


શું છે મામલો


યુવકે તેના નાના ભાઈને જંગલમાં લઈ જઈ ચપ્પુ અને લાકડી, ડંડા વડે ફટકાર્યા બાદ હત્યા કરી હતી. મૃતકને જ્યારે દફનાવવામાં આવતો હતો ત્યારે આરોપીએ હત્યા કર્યાની વાત બધા સમક્ષ કરી હતી. જે બાદ પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસે આવીને હત્યામાં સામેલ તમામ આરોપીને ઝડપી લીધા હતા. આ ઉપરાંત હત્યામાં ઉપયોગમાં લેવામાં આવેલા ચપ્પુ, લાકડી પણ મળી આવ્યા હતા.


ત્રણ ભાઈના લગ્ન એક જ ગામની ત્રણ બહેનો સાથે થયા હતા


જાણકારી મુજબ, આરોપી વસીમ તથા તેના મૃતક ભાઈ નસીમ સહિત અન્ય ત્રણ ભાઈઓના લગ્ન અલવલ જિલ્લામાંના મેસૂપુર ગામની ત્રણ બેહનો સાથે થયા હતા. પરંતુ મૃતક નસીમને પોતાની જ ભાભી સાથે આડાસંબંધ હતા. જેના કારણે હત્યા કરવામાં આવી હતી. ત્રણેય ભાઈઓ ટ્રક ચલાવીને પરિવારનું પાલન પોષણ કરે છે.




ધનિકની યુવા પત્નિને બંધાયા અન્ય યુવક સાથે શરીર સંબંધ, પતિ સંબંધોમાં વિઘ્નરૂપ લાગતાં પ્રેમી સાથે મળીને કઈ રીતે પતાવી દીધો ?


ઝારખંડના જમીન કારોબારી તપન દાસની હત્યા મામલે પત્ની સહિત ત્રણને કોર્ટે દોષી જાહેર કર્યા છે. આ મામલે જજે મૃતકની પત્ની શ્વેતા દાસ ઉર્ફે બુલેટ રાની, તેના પ્રેમી સુમિત સિંહ અને સાથી સોનુને આજીવન કેદની સજા સંભળાવી છે. કોર્ટ આ ઉપરાંત તમામને પાંચ-પાંચ હજારનો રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. જો દંડ ન ભરે તો વધારે સજા કાપવી પડશે. આ મામલે તત્કાલીન એએસપી કુમાર ગૌરવ સહિત 10 લોકોની સાક્ષી થઈ હતી.


હાલ મૃતકની પત્ની શ્વેતા રાની હજારીબાગ જેલમાં બંધ છે, જ્યારે અન્ય આરોપીઓ બીજી જેલમાં છે. શમશેર રેસીડેંસીમાં રહેતા અને જમીન કારોબારી તપન દાસની હત્યા તેની પત્નીએ પ્રેમી તથા સાથીઓ સાથે મળીને કરી હતી. હત્યા કર્યા બાદને લાશને ફ્રિજમાં રાખીને 13 જાન્યુઆરીએ ઓટોથી એમજીએમ પોલીસ સ્ટેસનના બડાબાંકીની ઝાડીમાં નાંખી દીધી હતી.




મૃતદેહ મળ્યા બાદ શ્વેતા દાસે એમજીએમ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં શ્વેતા દાસ ઉર્ફે બુલેટ રાનીએ જ પ્રેમી સુમિત સિંહની મદદથી પતિની હત્યા કર્યુ હોવાનું સામે આવ્યું હતું. રેસીડેંસીમાં લાગેલા સીસીટીવીની મદદથી હત્યાનું રહસ્ય ખૂલ્યું હતું. સીસીટીવીમાં કેટલાક યુવકો ફ્લેટમાં આવતાં તથા ટેમ્પોમાં ફ્રીઝને લઈ જતાં જોવા મળ્યા હતા. જ્યારે મહિલાને ફ્રિઝ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે પહેલા તેણે ગોળ ગોળ જવાબ આપ્યા પરંતુ બાદમાં ગુનો કબૂલી લીધો હતો.