Samantha Ruth Fitness Secrets:સાઉથની જાણીતી એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ જે કારણે ચર્ચામાં રહે છે. તે જે તેનું પરફેક્ટ ફિગર. સમંથા ફિટ રહેવા માટે શું કરે છે અને ડાયટમાં શું લે છે જાણીએ.


ફિલ્મ પુષ્મામાં ધાંસુ આઇટમ સોન્ગ આપનાર સામંથા રૂથ પ્રભુ હાલ સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે. તેની એક્ટિંગ ડાન્સિંગ અને ફેશનના લોકો દિવાના છે. ફિટ ફિગર માટે તે ખૂબ પરસેવો પાડે છે, તેમાં બે મત નથી.


ડાયટ અને વર્કઆઉટનો તાલમેળ


સામંથા સખત  અને પ્રાયોગિક વર્કઆઉટ્સ માટે જાણીતી છે. તેના ઘણા વર્કઆઉટ એવા છે કે જેમાં કોઈ મશીનની જરૂર પડતી નથી. તેમને આવા સખત પરિશ્રમ માટે તાકાત તેના ડાયટમાંથી મળે છે.


મીલ સ્કિપ નથી કરતી


સામંથા ક્યારેય પણ ભોજનને સ્કિપ નથી કરતી અને તે બીજાને પણ મીલ સ્કિપ ન કરવાની સલાહ આપે છે. તે બધું જ ખાય છે પરંતુ તેની ક્વોન્ટીટીને ધ્યાનમાં અવશ્ય રાખે છે.


પ્રોટીનનો ખ્યાલ રાખે છે


તેની થાળીએ એક આઇટમ એવી હોય છે. જે પ્રોટીનયુક્ત હોય છે. હાઇ પ્રોટીન ડાયટ તેની ફિટનેસનો એક ભાગ છે.


હાઇડ્રેશનને ધ્યાનમાં રાખે છે


ફિટ રહેવું હોય તો ખુદને હાઇડ્રેઇટ રાખવી પણ જરૂરી છે. આ માટે સામંથા પાણીની સાથે ફ્રૂટ જ્યુસ અને નારિયેળ પાણી પણ પીવે છે.


પ્લાન્ટ બેઇઝડ ડાયટ લે છે


સામંથાની ડાયટમાં સૌથી મહત્વપૂર્ણ વસ્તુ પ્લાન્ટ બેઇઝ્ડ ડાયટ છે. તે એનિમલથી આવતા કોઇ પણ પ્રોડક્ટ ત્યાં સુધી કે દે દૂધ કે ઘીનું પણ સેવન નથી કરતી. તેના કારણે તેનું વર્ફઆઉટ પર્ફોમ પણ શ્રેષ્ઠ રહે છે.