Rajasthan HC Decision: એક કેસની સુનાવણી કરતી વખતે રાજસ્થાન હાઈકોર્ટે સ્વીકાર્યું છે કે છોકરીની અંડરવિયર ઉતારવી અને પોતાના  કપડાં ઉતારી દેવા એ આઈપીસીની કલમ 511, કલમ 376 હેઠળ 'બળાત્કારનો પ્રયાસ'ના ગુનાના દાયરામાં આવતી નથી.  જો કે, કોર્ટે સ્વીકાર્યું કે આ ગુનાના દાયરામાં આવશે કારણ કે આઇપીસીની કલમ 354 હેઠળ મહિલાને અપમાનિત કરવાના ઇરાદા સાથે તેના પર હુમલો સજાપાત્ર ગુનો છે. આ કેસની સુનાવણી જસ્ટિસ અનુપ કુમાર ઢાંડની ખંડપીઠે હાથ ધરી હતી. સુનાવણી બાદ ખંડપીઠે આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યો હતો.






કેસની સુનાવણી કરતા કોર્ટે કહ્યું હતું કે "પ્રથમ તબક્કો હોય એ છે કે જ્યારે ગુનેગાર પ્રથમ વખત ગુનો કરવાનો વિચાર અથવા ઇરાદો ધરાવે છે. બીજો તબક્કો તે આ ગુનાને અંજામ આપવાની તૈયારી કરે છે. ત્રીજો તબક્કો ત્યારે આવે છે જ્યારે ગુનેગાર ગુનો કરવા માટે જાણીજોઇને કૃત્ય કરે છે. જો એમ નથી થતું તો તે રેપ કેસના દાયરામાં આવતું નથી. આ કેસ વર્ષો જૂનો છે. અને કેસ છ વર્ષની બાળકી સાથે જોડાયેલો હતો.


જસ્ટિસ અનૂપ કુમાર ઢાંડની ખંડપીઠે કહ્યું હતું કે છોકરીની અંડરવિયર ઉતારવી અને પોતાના કપડાં ઉતારી સંપૂર્ણ નગ્ન થવું એ બળાત્કારનો પ્રયાસ માનવામાં આવશે નહીં. ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 376 અને કલમ 511 હેઠળ કોઈ ગુનો નથી, પરંતુ આને કોઈ મહિલાનો શીલ ભંગ કરવા માટે તેના પર હુમલો કરવાનો ગુનો ગણાશે.


રાજસ્થાન હાઈકોર્ટે તાજેતરમાં વર્ષ 1991માં જાતીય અપરાધના કેસમાં દોષિત ઠરેલા એક વ્યક્તિને રાહત આપી છે. આ વ્યક્તિએ છ વર્ષની પીડિતાના અંડરવિયર ઉતાર્યા હતા અને પોતાના પણ કપડાં ઉતારી તેના પર બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, હાઈકોર્ટે તેને બળાત્કારના પ્રયાસનો ગુનો ગણ્યો ન હતો.