PF Death Claim: ભારતમાં જેટલા પણ નોકરી કરતા લોકો છે એ તમામનું પીએફ એકાઉન્ટ હોય છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન દ્વારા સંચાલિત પીએફ એકાઉન્ટ એટલે કે ઈપીએફઓ ભવિષ્ય માટે વધુ સારી બચત યોજના છે. જેમાં કર્મચારી અને માલિક બંને યોગદાન આપે છે.


પગારના 12 ટકા ખાતામાં જમા થાય છે. સરકાર દ્વારા પીએફ ખાતા પર સારું વ્યાજ પણ આપવામાં આવે છે. પીએફ ખાતાની સૌથી સારી વાત એ છે કે પીએફ ખાતાધારક જરૂર પડ્યે ગમે ત્યારે તેના પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે.


લગ્ન અથવા ઘરમાં કોઈની તબિયત ખરાબ હોય તો પણ પૈસા ઉપાડી શકાય છે. ઘણીવાર લોકોના મનમાં આ સવાલ આવે છે કે જો પીએફ ખાતાધારકનું મૃત્યુ થાય છે તો તે પૈસાનું શું થશે. તો ચાલો તમને જણાવીએ કે મૃત્યુ પછી પૈસા કોને મળે છે અને પૈસા ઉપાડવાની પ્રક્રિયા શું છે.


નોમિનીને ક્લેમ મળે છે.


જો પીએફ ખાતાધારકનું અચાનક મૃત્યુ થાય છે. પછી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) ના નિયમો અનુસાર, ખાતાની સંપૂર્ણ રકમ નોમિનીને સોંપવામાં આવે છે. સામાન્ય રીતે નોમિની પહેલેથી જ પીએફ ખાતામાં નોંધાયેલ હોય છે. આ પછી નોમિની પીએફ ખાતાધારકના ખાતામાં રહેલી રકમ માટે ડેથ ક્લેમ કરી શકે છે. આ માટે પોસ્ટ ઓફિસ અથવા EPFOની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ ડેથ ક્લેમ ફોર્મ ભરીને ક્લેમની રકમ માટે અરજી કરવામાં આવે છે.


ફોર્મ 20 ભરીને સબમિટ કરવાનું રહેશે


પીએફ ખાતાધારકના મૃત્યુ પછી તેના નોમિનીએ ખાતાધારકની સંપૂર્ણ માહિતી સાથે ફોર્મ 20 ભરવું અને સબમિટ કરવું પડશે. અથવા ફોર્મ તેને એમ્પ્લોયર દ્વારા ફોરવર્ડ કરવામાં આવે છે એટલે કે તે કંપની કે જેમાં એકાઉન્ટ ધારક છેલ્લા સમય સુધી કામ કરતો હતો. બધા દસ્તાવેજો સાથે ફોર્મ ભર્યા પછી તે સબમિટ કરવામાં આવે છે. નોમિનેને ક્લેમની જાણકારી પ્રોવાઇડ કરાયેલા ફોન નંબર પર આપવામાં આવે છે. ક્લેમ સેટલ બાદપૈસા આપેલ બેન્ક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે.


આ દસ્તાવેજો હોવા જોઈએ


પીએફ ડેથ ક્લેમ માટે નોમિનીને પીએફ એકાઉન્ટ નંબર, નોમિનીની અન્ય માહિતી, નામ, સરનામું, ઓળખ કાર્ડ અને મોબાઇલ નંબરની સાથે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવા કે ડેથ ક્લેમ ફોર્મ, પીએફ એકાઉન્ટ ધારકનું ડેથ સર્ટિફિકેટ અને એકાઉન્ટ ધારકની પાસબુકની જરૂર હોય છે.  જો પીએફ ખાતાધારકના કોઇ નોમિની નથી, તો રકમ કાનૂની વારસદારને જાય છે.