✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

શામળાજીઃ PSI કોન્સ્ટેબલ યુવતીને તપાસના બહાને લઈ ગયા હોટલમાં ને બાંધ્યા સંબંધ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Feb 2018 05:09 PM (IST)
1

2

શામળાજીઃ રાજસ્થાનના વીંછીવાડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ સામે સાથી મહિલા પોલીસકર્મીએ તપાસના બહાને શામળાજીની હોટલમાં લઈ જઈને બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ કરી છે. મહિલા પોલીસકર્મીએ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કારનો ગુનો દાખલ કરી પીએસઆઇની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

3

4

જ્યારે આ ઘટનામાં હોટેલ સ્ટાફના જવાબો તેમજ ભોગ બનનાર મહિલા કર્મચારીની ડોકટરી તપાસ કરાવી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બન્યા બાદ ડુંગરપુર જિલ્લા પોલીસ વડાએ આરોપી પીએસઆઇની વીંછીવાડા પોલીસ સ્ટેશનમાંથી તત્કાલ અસરથી ડુંગરપુર ખાતે બદલી કરી દીધી છે. ત્યારે હાલ તો આ પ્રજાનું રક્ષણ કરનાર હવસખોર પોલીસ અધિકારી પોલીસ પક્કડથી દૂર છે.

5

તેઓ મહિલા પોલીસકર્મીને શામળાજી નજીકની મેશ્વો હોટલમાં લઈ ગયા હતા અને તેના રૂમ નંબર 105માં રોકાયા હતા. અહીં પીએસઆઇએ યુવતી સાથે પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ અંગે ભોગ બનનાર મહિલા પોલીસકર્મીએ ઘટનાના દોઢ માસ બાદ શામળાજી પોલીસમા પીએસઆઇ ભાનુપ્રતાપસિંહ સામે ફરિયાદ નોંધાવી છે.

6

પોલીસે આ ઘટના અંગે પીએસઆઇ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધી છે અને સમગ્ર ઘટનાની તપાસ મોડાસા પીઆઇને સોંપી છે. આ અંગે હોટેલના સીસીટીવી ફૂટેજ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી, પણ હોટેલના સીસીટીવી 15 દિવસે ડિલેટ થઈ જતા હોવાથી કોઈ જ પુરાવા મળી શક્યા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.

7

આ અંગેની વિગતો એવી છે કે, ડુંગરપુર જિલ્લાના વીંછીવાડા પોલીસ સ્ટેશનમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ભાનુપ્રતાપસિંહ ગત 8મી જાન્યુઆરીએ તેઓના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા પોલીસ સહકર્મીને પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એક અપહરણના ગુનાની તપાસ કરવા ગુજરાતમાં જવાનું કહી સાથે લઈ આવ્યા હતા.

  • હોમ
  • ક્રાઇમ
  • શામળાજીઃ PSI કોન્સ્ટેબલ યુવતીને તપાસના બહાને લઈ ગયા હોટલમાં ને બાંધ્યા સંબંધ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.