રાજસ્થાનની મોડલની સુટકેસમાંથી મળી લાશ, પોલીસ તપાસમાં શું થયો ધડાકો ?
તસવીર સૌજન્યઃ ફેસબુક
Download ABP Live App and Watch All Latest Videos
View In App. પોલીસે હત્યા અને પુરાવાનો નાશ કરવાનો મામલો નોંધી માત્ર ત્રણ કલાકમાં જ આરોપીની ધરપકડ કરી હતી.
થોડીવાર પછી ઓલા કેબ ડ્રાઇવર આ રસ્તેથી પસાર થયો ત્યારે તેણે બેગ પડેલી જોઈ. જે બાદ તેણે તાત્કાલિક પોલીસને જાણ કરી અને સમગ્ર ઘટના વર્ણવી
જે બાદ આરોપીએ ઓલા કેબ બુક કરાવી હતી. જેમાં તે બેગ લઈને બેસી ગયો હતો. મલાડ પશ્ચિમમાં લિંક રોડ પાછળ માઇન્ડસ્પેસ પાસેથી સુમસામ રસ્તા પરથી કાર પસાર થતી હતી ત્યારે તે અહીંથી રિક્ષામાં જવાનું કહીને ઉતરી ગયો હતો. જે બાદ તેણે બેગ ત્યાં ફેંકી દીધી હતી અને ઓટોમાં ઘરે પહોંચી ગયો હતો.
મુંબઈઃ માયાનગરી મુંબઈના મલાડ વિસ્તારમાં એક મોડલની હત્યાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મલાડમાં એક મોટી સુટકેસમાંથી 20 વર્ષીય મોડલની લાશ મળી છે. મૃતકનું નામ માનસી દીક્ષિત છે. તે મુંબઈની એક ઈવેન્ટ કંપનીમાં પાર્ટનર પણ હતી. માનસી મૂળ રાજસ્થાનના કોટાની નિવાસી છે. તે મોડલિંગમાં કરિયર બનાવવાના હેતુથી મુંબઈ આવી હતી.
પોલીસે હત્યાના આરોપમાં 19 વર્ષના મુઝમ્મલ સઈદ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. પોલીસના કહેવા મુજબ આરોપી અને યુવતી બંને એકબીજાને ઓળખતા હતા. મુઝમ્મલ સઈદે મોડલને મલાડમાં તેના ઘરે બોલાવી હતી. જ્યાં બંને વચ્ચે ઝઘડો થયા બાદ મુઝમ્મિલે ચાકુથી મોડલની હત્યા કરી દીધી અને લાશને બેગમાં હાથ-પગ બાંધીને પેક કરીને દીધી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -